430 રનનો તાતિંગ ટાર્ગેટ સર કરી ઇંગ્લેન્ડ સામે શ્રીલંકાનો 2 વિકેટે વિજય, ‘ગ્રેટેસ્ટ વન-ડે’ મેચની યાદ તાજી કરાવી
રાવલાપિંડી, તા.22: પાકિસ્તાનમાં રમાઈ રહેલી વન-ડે
ટ્રાઇ-સિરીઝના ત્રીજા મુકાબલામાં ક્રિકેટ જગતે વધુ એક અવિશ્વસનીય રનચેઝ નિહાળ્યો હતો.
રાવલાપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડે ઊભા કરેલા 429 રનના વિશાળ સ્કોરને શ્રીલંકાએ
49.5 ઓવરમાં 8 વિકેટ ગુમાવી સફળતાપૂર્વક સર કરી લીધો હતો. 2006માં દક્ષિણ આફ્રિકા અને
ઓસ્ટ્રેલિયા વચ્ચેની ઐતિહાસિક ’ગ્રેટેસ્ટ વન-ડે’ મેચની યાદ તાજી કરાવી છે.
ટોસ
જીતી પ્રથમ બાટિંગ કરતાં ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 4 વિકેટે 429 રનનો પહાડ ખડક્યો હતો.
કેપ્ટન હેરી બ્રૂકે માત્ર 116 બોલમાં 202 રન ફટકાર્યા હતા. જો રૂટે 69, વિલ જેક્સે
અણનમ 66 (30 બોલ) અને ટોમ બેન્ટને 50 રનનું યોગદાન આપ્યું હતું.
430
રનના મુશ્કેલ લક્ષ્યાંક સામે શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી અને કેપ્ટન કુસલ મેન્ડિસ શૂન્ય
રને રન આઉટ થયો હતો. જોકે, અવિષ્કા ફર્નાન્ડો (97 રન, 83 બોલ) અને પવન રથનાયકે (130
રન, 106 બોલ, 15 ચોગ્ગા, 3 છગ્ગા) એ વળતી લડત આપી હતી. ત્યારબાદ દાસુન શનાકાએ 50 બોલમાં
6 ચોગ્ગા અને 8 છગ્ગા સાથે તોફાની 97 રન ઝૂડી કાઢ્યા હતા. અંતિમ ઓવરોમાં જાનિથ લિયાનાગેએ 27 બોલમાં અણનમ
61 રન બનાવી 1 બોલ બાકી રહેતાં ટીમને દિલધડક વિજય અપાવ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી જોશ
ટંગે 3 અને સેમ કરને 2 વિકેટ ઝડપી હતી.