લાલ સમુદ્રમાં 14 ભારતીયો સાથેની બોટ ઉપર સાઉદીના હુમલાનો હુથીનો દાવો
નવી
દિલ્હી, તા. 22 : હોર્મુઝ પરથી પસાર થઇ રહેલાં કુવૈતનાં ઝંડાવાળાં તેલ લઇ જતાં જહાજ
અલ દસમા પર અજ્ઞાત પ્રોજેક્ટાઇલથી હુમલો કરાતાં હડકંપ મચી ગયો હતો. જહાજમાં 21 ભારતીય
સવાર હતા. દરમિયાન યમનના હૂથી વિદ્રોહીઓએ એક ગંભીર આરોપ મુક્યો હતો કે સાઉદી અરબની
સેનાએ લાલ સાગરમાં એક ભારતીય બોટને નિશાન બનાવી હતી. જેના ઉપર 14 ભારતીય નાગરીક સવાર
હતા. આ હુમલો યુકાર દ્વીપ પાસે થયો હતો. હુથી પ્રવક્તા યાહ્યા સારીએ આ જાણકારી સોશિયલ
મીડિયા મારફતે શેર કરી હતી અને સાઉદીની હરકતને
બેજવાબદારી ગણાવી હતી.
ભારતે
વેપારી જહાજો પર હુમલા કાનૂની તેમજ નૈતિક બન્ને પ્રકારે અયોગ્ય લેખાવ્યા હતા. મોદી
સરકારે કહ્યું હતું કે, સમુદ્રમાં કામ કરતા નાવિકોની સુરક્ષા અને જહાજોની મુક્ત અવરજવર
જાળવવી રાખવી જરૂરી છે.
ઓક્ટોબરમાં
ભારતીય નાવિકોવાળાં જહાજો પર હુમલાની આ પાંચમી ઘટના હતી. આ હુમલાઓમાં 11 ભારતીય ઘાયલ
થયા છે, તો બે લાપતા બન્યા છે.
21
ભારતીય નાવિકવાળાં જહાજમાં હુમલા બાદ તેલ ટેન્કરમાં આગ લાગી ગઇ હતી. જો કે, તરત કાબૂમાં
લેવાઇ હતી. તમામ ભારતીય નાવિક સુરક્ષિત છે. ભારતનાં વિદેશ મંત્રાલયે વેપારી જહાજો,
નાવિકો પર હુમલા તરત રોકવાની અપીલ કરી હતી. મંત્રાલયે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પરથી
વેપારી જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.