• શનિવાર, 24 ઑક્ટોબર, 2026

T-20માં પ્રથમ બોલે સર્વાધિક છગ્ગા ફટકારનાર બેટ્સમેન બન્યો અભિષેક

 નવી દિલ્હી, તા.22 : ભારતીય ઓપનર અભિષેક શર્માએ ગુરુવારે ન્યૂઝીલેન્ડ સામેની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીના મુકાબલામાં પોતાના આક્રમક મિજાજથી ક્રિકેટ ઇતિહાસના પાના પર નવો કીર્તિમાન અંકિત કર્યો છે. અભિષેક ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલ ખાતે પોતાના પ્રથમ જ બોલ પર છગ્ગો ફટકારી ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઇનિંગ્સના પ્રથમ બોલે સૌથી વધુ વખત સિક્સર ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. ન્યૂઝીલેન્ડના અનુભવી ઝડપી બોલર મેટ હેનરીએ ઇનિંગ્સની પ્રથમ ઓવરના અંતિમ બોલ પર અૉફ-સ્ટમ્પ બહાર ફુલ લેન્થ ડિલિવરી ફેંકી હતી. અભિષેકે અદ્ભુત ટાઇમિંગ સાથે કવર્સ પરથી શોટ રમી બોલને સીધો બાઉન્ડ્રીની પાર પહોંચાડી દીધો હતો. આંતરરાષ્ટ્રીય ટી20 કારકિર્દીમાં આ સાતમી વખત તેણે પોતાના પ્રથમ બોલ પર સિક્સર મારી હતી. આ સાથે તેણે અફઘાનિસ્તાનના શફીકુલ્લાહ શિનવારીનો છ વખતનો રેકોર્ડ પાછળ છોડી દીધો છે જ્યારે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાંચ વખત પ્રથમ બોલે છગ્ગો ફટકારીને આ યાદીમાં ત્રીજાં સ્થાને છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક