• ગુરુવાર, 22 ઑક્ટોબર, 2026

મહિલા મિત્રના સંબંધના વિવાદમાં છરીની અણીએ માફી મગાવી વીડિયો પણ ઉતાર્યો

ગોંડલમાં યુવાનને પટ્ટાથી માર મારી નદીના પાળે ઊંધો લટકાવ્યો

 

ગોંડલ, તા.21 : ગોંડલના રણછોડનગરમાં રહેતા 19 વર્ષીય યુવાનને મહિલા મિત્રના સંબંધના વિવાદમાં ચાર શખસોએ પટ્ટા વડે માર મારી નદીના પાળે ઊંધો લટકાવી દીધો હતો. છરીની અણીએ માફી મગાવી વીડિયો ઉતારી પોલીસ ફરિયાદ ન કરવા જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર મચી છે. તતફરિયાદ મુજબ, ગૌતમ બ્રિજેશની મહિલા મિત્રને મેસેજ કરી હેરાન કરતો હોવાથી વિવાદ થયો હતો. 19 ઓક્ટોબરે બ્રિજેશ મિત્ર વત્સલ જોષી સાથે ગોંડલી નદી કાંઠે મેલડી માતાના મંદિરે ગયો હતો ત્યારે ચારેય શખસોએ આવી હુમલો કર્યો હતો. વત્સલ વચ્ચે પડતાં તેને પણ ઇજા થઈ હતી.

આરોપીઓએ બ્રિજેશને નદીના પાળે ઉંધો લટકાવી પાણીમાં ડુબાડી દેવાની ધમકી આપી હતી. સારવાર બાદ બ્રિજેશની ફરિયાદ પરથી ગોંડલ સિટી પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક