- બોટાદના મોટા છૈડા ગામે પોલીસકર્મીઓને નખોરિયા અને બચકાં ભરી ઇજા પહોંચાડનાર સામે ગુનો દાખલ
બોટાદ, તા.10ઃ
બોટાદના મોટા
છૈડા ગામ
નજીક લોક
અદાલતની જાણ
કરવા ગયેલા
બોટાદ ટાઉન
પોલીસ સ્ટેશનના
હેડ કોન્સ્ટેબલ
ધર્મેન્દ્રરાવ પ્રતાપરાવ
પવાર અને
પો.કોન્સ્ટેબલ
સતુભા ગંભીરિસંગ
તુવર પર
હુમલો થયાની
ઘટના સામે
આવી છે,
જેમાં સાયલા
રોડ પર
જાગતા મેલડી
માતાજીના મંદિર
પાસે સ્વીફ્ટ
કાર સાથે
ઊભેલા કુલદીપ
ખાચરને તા.12
સપ્ટેમ્બરે લોક
અદાલતમાં હાજર
રહેવાની જાણ
કરતા તે
ઉશ્કેરાઈ ગયો
હતો અને
‘મારા પર
એક પણ
કેસ નથી,
હું લોક
અદાલતમાં નહીં
આવું!’ કહીને
ગાળો બોલવા
લાગ્યો હતો.
પોલીસે તેને
સમજાવવાનો પ્રયાસ
કરતા મામલો
ઉગ્ર બન્યો
હતો અને
આરોપીએ ધર્મેન્દ્રરાવ
તથા વચ્ચે
બચાવ કરવા
પડેલા સતુભા
સાથે ઉગ્ર
ઝપાઝપી કરી
તેમના શર્ટ
ફાડી નાખ્યા
હતા, એટલું
જ નહીં
પરંતુ બંને
પોલીસકર્મીઓના ગાલે,
નાક પર
અને કપાળ
પર નખોરિયા
મારી ઉજરડા
કરવા ઉપરાંત
કોણી, હથેળી
તથા હાથમાં
બચકાં ભરી
ગંભીર ઈજાઓ
પહોંચાડી હતી.
આ બનાવ
અંગે પોલીસ
મદદ માટે
જાણ કરાતા
પાળિયાદ પોલીસ
સ્ટાફ ઘટનાસ્થળે
દોડી આવ્યો
હતો, તે
દરમિયાન આરોપી
કુલદીપ ખાચર
પોલીસકર્મીઓને ધક્કો
મારી વાડી
વિસ્તારમાં નાસી
છૂટÎો
હતો અને
પાછળ આવશો
તો જાનથી
મારી નાખવાની
ધમકી આપી
હતી. પોલીસે
આ મામલે
આરોપીની સ્વીફ્ટ
કારનો કબજો
મેળવી લોક
અદાલતની કામગીરીમાં
રૂકાવટ અને
પોલીસ કર્મચારીઓ
પર હુમલો
કરવા બદલ
ગુનો દાખલ
કરી આગળની
તપાસ હાથ
ધરી છે.