લગ્નની લાલચ આપી બાઇક પર લઈ જતો
હોવાનો આક્ષેપ
પોરબંદર, તા.11 : માધવપુરમાં
શાળાએ જતી સગીરાને ફોસલાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાના આક્ષેપ સાથે ઉંચાણશેરીમાં
રહેતા એક શખસ સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. સગીરાને સમગ્ર ઘટના કોઈને
ન કહેવા માટે જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
માધવપુરના એક રહેવાસીએ પોલીસમાં
નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની સગીર દીકરી છેલ્લા એક વર્ષથી શાળાએ જતી હતી. આ દરમિયાન
અલ્પેશ ડાયા માવદીયા તેને લલચાવી-ફોસલાવી બાઇક પર લઈ જતો હતો અને લગ્ન કરવાની લાલચ
આપતો હતો. ફરિયાદ મુજબ, આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ બે વખત શરીર સંબંધ બાંધ્યો હતો.
બાદમાં સગીરાએ પરિવારને સમગ્ર વાત જણાવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ગુનો નોંધી
તપાસ શરૂ કરી છે.