- બહુમાળી ભવન ચોકમાં સમર્થકો વિરોધ પ્રદર્શન કરે તે પૂર્વે પોલીસે કેટલાક વિદ્યાર્થીઓને પણ ટીંગાટોળી કરીને અટકાયતમાં લીધા
રાજકોટ, તા.21
ઃ ‘નીટ’ પેપર લીક મુદ્દે કેન્દ્રિય શિક્ષણમંત્રી ધમેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા ધરણા દરમિયાન સોનમ વાંગચૂકને આમરણાંત ઉપવાસની સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમજ સીજેપી દ્વારા આયોજિત સંસદકૂચમાં હજારો યુવાનો અને વિદ્યાર્થીઓ ઉપર પોલીસ દ્વારા કરાયેલા લાઠીચાર્જને લઈને દેશભરમાં રોષની લાગણી જોવા મળી રહી છે.
આ ઘટનાના વિરોધમાં ગુજરાતના વિવિધ શહેરોમાં પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
જેમાં આજરોજ રાજકોટના બહુમાળી ચોક ખાતે વિરોધ પ્રદર્શન માટેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ધીમે ધીમે આમ આદમી પાર્ટીના સમર્થકો તેમજ કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં એકત્ર થવા લાગ્યા હતા. જોકે,
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ અગાઉથી જ સતર્ક બની ગઈ હતી. પરિણામે
કોઈપણ પ્રકારનું વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ પોલીસ દ્વારા તમામને અટકાયતમાં લઈ લેવામાં આવ્યા હતા.
પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીનાં પદ્મિનીબા વાળાની અટકાયત કરવામાં આવતા તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુધ્ધ સુત્રો પોકાર્યા હતા.
યુવા પેઢીને તમે મારકૂટ કરી છે, અમે
આ યુવાનોની સાથે છીએ અને અમારો તેમને પૂરો સપોર્ટ છે.’ આપના
જ અન્ય એક મહિલા નેતા શીતલબેન ગોહિલે જણાવ્યું હતું કે, જંતરમંતર
ઉપર નિર્દોષ વિદ્યાર્થીઓ પર બેફામ લાઠીચાર્જ લોકશાહી પરંતુ સરકારની તાનાશાહી સાબીત કરે છે, આ વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે, કોઈ
આતંકવાદી નથી.
ઉલ્લેખનીય છે કે, જંતરમંતર
ખાતે આયોજિત વિરોધ પ્રદર્શનમાં માત્ર સીજેપીના સમર્થકો જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોડાયાં છે જેના પગલે રાજકોટમાં પણ ‘આપ’ દ્વારા વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું.