પોલીસ પર હુમલો: બે સામે ગુનો દાખલ : પૂછપરછથી ઉશ્કેરાયેલા બાઇક ચાલકે કુટુંબીને બોલાવી પોલીસ અને જીઆરડી જવાન પર લાકડીથી હુમલો કર્યો, એક ઝડપાયો
ભાવનગર,
તા.21 : ભાવનગર જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન હેઠળ આવતા અમરગઢ (જીંથરી) ગામે મોડી રાત્રે
નાઇટ પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ ટીમ પર બે શખ્સએ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. શંકાસ્પદ
હાલતમાં ઉભેલા બાઇકચાલકની પૂછપરછ કરવા જતાં ઉશ્કેરાયેલા શખસે પોલીસ સાથે ગાળાગાળી કરી
હોમગાર્ડ અનજીઆરડી જવાન પર હુમલો કર્યો હતો.
મળતી
માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ શક્તાસિંહ કાઠિયા, સ્ટાફના ભૈયપાલાસિંહ,
જીઆરડી આસિફભાઈ, અજયભાઈ પરમાર અને હોમગાર્ડ જવાન સરકારી ગાડીમાં નાઇટ પેટ્રોલિંગમાં
હતા. તે દરમિયાન અમરગઢ ગામે એસબીઆઇ બેન્ક પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલા અમિત ભોળાભાઈ
રબારીને પોલીસે પૂછપરછ કરતાં તેણે તમને મને પૂછવાનો કોઈ અધિકાર નથી કહી બબાલ કરી હતી.
અમિતે હેડ કોન્સ્ટેબલ શક્તાસિંહને પકડી મારી નાખવાની ધમકી આપી પોતાના કુટુંબી નિલેશ
રબારીને લાકડી સાથે બોલાવી લીધો હતો.
નિલેશે
પોલીસ પર લાકડી વડે હુમલો કરતા શક્તાસિંહને વાંસામાં અને વચ્ચે પડેલા જીઆરડી જવાન અજયભાઈ
પરમારને મોઢા પર ગંભીર ઈજા થતાં મોં પર બે ટાંકા આવ્યા હતા. ગાડીના ચાલક ભૈયપાલાસિંહે
ત્વરિત કાર્યવાહી કરી હુમલાખોર અમિત રબારીને સ્થળ પર જ ઝડપી લીધો હતો, જ્યારે નિલેશ
ભાગી છૂટયો હતો. સોનગઢ પોલીસે ગુનો નોંધી ફરાર નિલેશ રબારીની શોધખોળ હાથ ધરી છે.