• બુધવાર, 22 જુલાઈ, 2026

રમળેચી ગીર ગામે વીજપોલ સાથે કાર અથડાતા ચાલકનું ઘટના સ્થળે મૃત્યુ

તાલાલા ગીર, તા.21: તાલાલા વિસ્તારના આહીર સમાજના અગ્રણી મનુભાઇ સોલંકીનાં નાનાભાઇના પુત્ર અક્ષતનું ગત મોડીરાત્રે અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ સમાચાર વહેલી સવારે તાલાલા પંથકમાં પ્રસરી જતાં ભારે અરેરાટી પ્રસરી ગઇ હતી.

ગત મોડી રાત્રે જેપુર ગીર ગામેથી ફોર્ચ્યુંનર કાર જી.જે.11.સી.ઓ. 6516 લઇ અક્ષત પ્રદીપભાઇ સોલંકી (ઉ.વ.20) તાલાલા આવતો હતો. કાર તાલાલા નજીક રમળેચી ગીર ગામે પાણીના ટાંકા પાસે આવેલા વળાંકમાં પહોંચી ત્યારે ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર પી.જી.વી.સી.એલ.ના થાંભલા અને વીજ ટ્રાન્સફોર્મર સાથે ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતની જાણ થતાં ગ્ર્રામજનો બનાવનાં સ્થળે એકત્ર થઇ અક્ષતને તાલાલા હોસ્પિટલે લાવેલા પરંતુ તેમને માથામાં ગંભીર ઇજાઓ હોઇ ઘટના સ્થળે મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે મનુભાઇ સોલંકીની ફરીયાદ લઇ હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઇ ગાધે એ આગળની તપાસ શરૂ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક