• બુધવાર, 22 જુલાઈ, 2026

હોકી વિશ્વ કપમાં ભારતીય ટીમની કમાન હરમનપ્રિત સિંઘ સંભાળશે

20 ખેલાડીની ટીમમાં અનુભવી સાથે યુવા ખેલાડીઓને તક

નવી દિલ્હી, તા.21 વિશ્વ કપ હોકીની ભારતીય ટીમ આજે જાહેર થઈ છે. હોકી ઇન્ડિયાએ 20 ખેલાડીની ટીમનું નેતૃત્વ અનુભવી ડિફેન્ડર હરમનપ્રિત સિંઘને સોંપ્યું છે. હોકી વર્લ્ડ કપ 1પથી 30 ઓગસ્ટ દરમિયાન નેધરલેન્ડ અને બેલ્જિયમમાં રમાશે. ભારતીય ટીમ પૂલ-ડીમાં છે. જેમાં તેની સાથે પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને વેલ્સ ટીમ છે. ભારતીય ટીમ તેના તમામ લીગ મેચ નેધરલેન્ડમાં વેગનર હોકી સ્ટેડિયમમાં રમશે. ભારતીય ટીમ તેના વિશ્વ કપ અભિયાનની શરૂઆત 1 ઓગસ્ટે વેલ્સ વિરુદ્ધ મેદાનમાં ઉતરીને કરશે. પછી 17મી ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટક્કર થશે. પાકિસ્તાન વિરુદ્ધનો બહુપ્રતિક્ષિત મુકાબલો 19 ઓગસ્ટ રમાશે. પ્રત્યેક ગ્રુપની ટોચની બે ટીમ સુપર રાઉન્ડમાં પ્રવેશ કરશે. ભારતીય પુરુષ ટીમે 197પમાં વિશ્વ કપ ખિતાબ જીત્યો હતો. વખતે પોડિયમ પર પહોંચવાનું હરમનપ્રિત સિંઘની ટીમનું લક્ષ્ય છે.

ભારતીય હોકી ટીમઃ મોહિત અને સૂરજ કરકેરા (બન્ને ગોલકીપર), હરમનપ્રિત સિંઘ (કેપ્ટન), જરમનપ્રિત સિંઘ, અમિત રોહિદાસ, જુગરાજ સિંઘ, સંજય, સુમિત, યશદીપ, રાજિન્દર સિંઘ, આદિત્ય અર્જુન, હાર્દિક સિંઘ, મનપ્રિત સિંઘ, નીલકાંત શર્મા, વિવેક સાગર, દિલપ્રિત સિંઘ, શિલાનંદ લાકડા, સુખજીત સિંઘ, મનદીપ સિંઘ અને અભિષેક.

ઇ-પેપરના નવા શુલ્ક