• બુધવાર, 22 જુલાઈ, 2026

ભારત - ઝિમ્બાબ્વે વચ્ચે કાલથી 3 મેચની ઝ-20 શ્રેણી

- બન્ને ટીમ પાસે શ્રેણી જીતનો સમાન અવસર સિકંદર રઝા

 

નવી દિલ્હી, તા.21 બ્રિટન પ્રવાસની નિષ્ફળતા બાદ ટીમ ઈન્ડિયા હવે તા. 23 જુલાઇથી ઝિમ્બાબ્વે વિરુદ્ધ ત્રણ મેચની ટી-20 શ્રેણી રમશે. શ્રેયસ અય્યરની કપ્તાનીમાં ભારતીય ટીમમાં કેટલાક નવા ખેલાડીઓને શ્રેણીમાં તક અપાઈ છે. ખાસ કરીને 1 વર્ષીય વૈભવ સૂર્યવંશીના દેખાવ પર તમામની નજર રહેશે. તેને ઇંગ્લેન્ડ સામે ડેબ્યૂનો મોકો અપાયો હતો, પણ ત્રણેય ટી-20 મેચમાં તે નિષ્ફળ રહ્યો હતો. શ્રેણીનો પહેલો મેચ ગુરુવારે હરારેમાં રમાશે અને 4-30થી શરૂ થશે. શ્રેણીનું જીવંત પ્રસારણ ઝી નેટવર્કની ચેનલ યુનાઇટ સ્પોર્ટ્સ પરથી થશે જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ ફેનકોડ નામની એપ પરથી થશે.

શ્રેણી અગાઉ ઝિમ્બાબ્વે ટીમના કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર સિકંદર રઝાએ કહ્યું છે કે શ્રેણીમાં બન્ને ટીમમાંથી કોઇને વિજયની પ્રબળ દાવેદાર ગણી શકાય નહીં. બન્ને ટીમ પાસે શ્રેણી જીતનો સમાન અવસર છે. અમારી ટીમ પાછલા કેટલાક સમયથી સારું ક્રિકેટ રમી રહી છે. આથી શ્રેણી એકતરફી બની રહેશે નહીં.

ટીમ ઇન્ડિયાએ તાજેતરમાં આયરલેન્ડ સામે અને ઇંગ્લેન્ડ સામે ટી-20 શ્રેણી ગુમાવી છે. બીજી તરફ ઝિમ્બાબ્વે ટીમે વર્ષે ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને બાંગલાદેશ વિરુદ્ધ ઉલ્લેખનીય મેચ વિજય હાંસલ કર્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક