• બુધવાર, 22 જુલાઈ, 2026

એક દાયકામાં શિક્ષણનું બજેટ થઈ ગયું અડધું !

નવી દિલ્હી, તા.21 નીટ પેપર લીક મુદ્દે શિક્ષા મંત્રીનાં રાજીનામાની માગણી સાથે લાંબા સમયથી કોકરોચ જનતા પાર્ટીનું મોટું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. વળી, છેલ્લા એક દાયકામાં 10થી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાનાં પેપર ફૂટÎ છે  અને તેનાં હિસાબે દેશની શિક્ષણ વ્યવસ્થા સામે અનેક સવાલો ઉઠેલા છે. ત્યારે સવાલોનો જવાબ માત્ર નિવેદનોમાં નહીં બજેટનાં આંકડાઓમાં પણ મળી રહી છે. કોઈપણ મંત્રાલયને ફાળવવામાં આવતાં બજેટનાં આધારે ક્યાં ક્ષેત્રને પ્રાથમિકતા મળી રહી છે તે જોઈ અને જાણી શકાય છે. આંકડાઓ કહે છે કે, છેલ્લા 12 વર્ષમાં શિક્ષા મંત્રાલયને નાણાની ફાળવણી અડધી થઈ ગઈ છે અને તેની સામે રોડ-રસ્તાનાં નિર્માણ પાછળનો ખર્ચ ખુબ ઝડપથી વધ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક