• બુધવાર, 22 જુલાઈ, 2026

ભાવુક મેસ્સીએ હારનું દર્દ વ્યક્ત કર્યું

ન્યૂયોર્ક, તા.21 ફીફા વર્લ્ડ કપના ફાઇનલમાં સ્પેન વિરુદ્ધની 0-1 ગોલની હાર બાદ આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસ્સીએ તેની વ્યથા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર મેસ્સીએ લખ્યું છે કે હારનું દર્દ ઘણું ઉંડું છે. જેના ભરવામાં ઘણો સમય લાગશે. ફાઇનલમાં ટીમના દેખાવનો બચાવ કરતા મેસ્સીએ લખ્યું ટીમે સર્વશ્રેષ્ઠ પ્રયાસ કર્યો. અંત સુધી વાપસીની પૂરી કોશિશ કરી. સફર અને ટીમની મહેનત હંમેશાં યાદગાર બની રહેશે. મેસ્સીએ તેના સંદેશમાં આર્જેન્ટિનાના દુનિયાભરના પ્રશંસકોનો આભાર માન્યો હતો. મેસ્સીએ કહ્યું, દેશવાસીઓનાં સમર્થન અને ખેલાડીઓની મહેનત એકવાર ફરી ટીમને વિશ્વસ્તરે લઈ ગઈ. ઉપરાઉપરી બે વિશ્વ કપ ફાઇનલ રમવા મોટી ઉપલબ્ધિ છે. ભવિષ્યમાં સફરને ગર્વથી યાદ કરાશે. ટૂર્નામેન્ટમાં ટીમે સંઘર્ષ કર્યો અને ફાઇનલ સુધી પહોંચી. જો કે 39 વર્ષીય મેસ્સીએ સંન્યાસને લઈને કોઈ ઘોષણા કરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક