• બુધવાર, 01 જુલાઈ, 2026

વડાપ્રધાન મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે

4 જુલાઈએ સાણંદ ખાતે દેશના મહત્ત્વપૂર્ણ એવા ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.30 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 4 જુલાઈ, 2026ના રોજ ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન તેઓ સાણંદ ખાતે દેશના મહત્ત્વપૂર્ણ એવા ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. કાર્યક્રમ ભારતને વૈશ્વિક ટેકનોલૉજી અને ચિપ મેન્યુફેક્ચારિંગ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક માઈલસ્ટોન સાબિત થશે.

સાણંદ ખાતે કાર્યરત થઈ રહેલો નવો સીજી મિકન્ડક્ટર પ્લાન્ટ અદ્યતન ટેકનોલૉજીથી સજજ છે. ફેસિલિટી મુખ્યત્વે સેમિકન્ડક્ટરના એસેમ્બાલિંગ અને ટેસ્ટિગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમમાં તબક્કો અત્યંત મહત્ત્વનો ગણાય છે, કારણ કે તૈયાર વેફરને ઉપયોગી ચિપ્સમાં ફેરવવા માટે પ્રક્રિયા અનિવાર્ય છે. ગુજરાત સરકારની પ્રોત્સાહક નીતિઓ અને કેન્દ્ર સરકારનામેક ઇન ઇન્ડિયા અભિયાનના કારણે રાજ્યમાં સેમિકન્ડક્ટર ઈન્ડસ્ટ્રી ઝડપથી વિકસી રહી છે. સાણંદમાં પ્લાન્ટ શરૂ થવાથી માત્ર સ્થાનિક રોજગારીમાં વધારો નહીં થાય, પરંતુ ભારતની વૈશ્વિક સપ્લાય ચેઈનમાં પણ પકડ મજબૂત બનશે. પ્રોજેક્ટથી ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ અને અન્ય ટેકનિકલ ક્ષેત્રોને મોટો ફાયદો થશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

જોકોવિચ અને સબાલેંકા વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં July 01, Wed, 2026

Crime

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના જામીન હાઈ કોર્ટે ફગાવ્યા પુરાવાનો નાશ કરવા ગુગલમાં સર્ચ કર્યું હોવાનો ઈડીની તપાસમાં ઘટસ્ફોટ July 01, Wed, 2026