• બુધવાર, 01 જુલાઈ, 2026

જોકોવિચ અને સબાલેંકા વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં

લંડન તા.30: સાત વખતના પૂર્વ ચેમ્પિયન નોવાક જોકોવિચે વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. પહેલા રાઉન્ડના મેચમાં 39 વર્ષીય જોકોવિચનો ચીનના ખેલાડી વૂ યિબિંગ વિરૂધ્ધ 6-4, પ-7, 6-4 અને 6-4થી વિજય થયો હતો. જોકોવિચની નજર વિશ્વ વિક્રમી 2પમા ગ્રાંડસ્લેમ ખિતાબ પર છે.

જયારે મહિલા વિભાગની નંબર વન બેલારૂસની ખેલાડી આર્યના સબાલેંકનો પહેલા રાઉન્ડમાં સર્બિયાની ટી. કેસ્ટોવિચ સામે 6-2 અને 6-3થી જીત થઇ હતી. જાપાનની નાઓમી ઓસાકાએ પણ પહેલા રાઉન્ડમાં ફ્રાંસની ખેલાડી એલ્સા જેકમોટ સામે 6-1 અને 7-પથી વિજય મેળવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના જામીન હાઈ કોર્ટે ફગાવ્યા પુરાવાનો નાશ કરવા ગુગલમાં સર્ચ કર્યું હોવાનો ઈડીની તપાસમાં ઘટસ્ફોટ July 01, Wed, 2026