• મંગળવાર, 30 જૂન, 2026

સમુદ્રની રણનીતિમાં ચીન પટકાયું : ઓસ્ટ્રેલિયા-વાનુઅતુ વચ્ચે સમજૂતી

સિડની, તા. 29 : ઓસ્ટ્રેલિયા અને વાનુઅતુ વચ્ચે એક મોટી સુરક્ષા અને આર્થિક સમજૂતી થઈ છે. આ સમજૂતી હેઠળ વાનુઅતુ પોતાની જમીન ઉપર ચીનને કોઈ મિલિટ્રી બેઝ બનાવવા દેશે નહી. આ ડીલને ‘નાકામલ એગ્રીમેન્ટ’ નામ આપવામાં આવ્યું છે.

ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની  અલ્બનીઝે વાનુઅતુના પીએમ જોથમ નાપત સાથે ઓસ્ટ્રેલિયાની રાજધાનીમાં સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા હતા. આ ડીલ નવ મહિના પહેલા વાનુઅતુ સરકાર દ્વારા એક જુના મુસદ્દાને ફગાવ્યા બાદ થઈ છે. હકીકતમાં વાનુઅતુને ડર હતો કે સમજૂતી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિદેશી રોકાણ લાવવાની ક્ષમતાને સીમિત કરી દેશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક