આગામી 2 થી 3 દિવસ રાજય માટે ખૂબ મહત્ત્વના ઃ દક્ષિણ ગુજરાતમાં રેડ ઍલર્ટ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
(ફૂલછાબ ન્યુઝ)
રાજકોટ, અમદાવાદ, તા.30ઃ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી બાદ હવે વિધિવત ચોમાસાએ બરાબરની જમાવટ કરી દીધી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર અશોક દાસના જણાવ્યા મુજબ, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં એકસાથે ચાર મોટી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. મહારાષ્ટ્રથી ઉત્તર કેરળ સુધી ઓફશોર ટ્રફ અને મધ્યપ્રદેશથી કોંકણ સુધી અન્ય એક ટ્રફ લંબાયેલી છે. આ સિવાય બીજી જુલાઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ત્રીજી જુલાઈએ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સર્જાવાને કારણે આગામી 2 થી 3 દિવસ રાજ્ય માટે ખૂબ મહત્વના રહેશે.
જૂન મહિનામાં રાજ્યમાં વરસાદની 82% મોટી
ઘટ (સામાન્ય 110.8 એમએમ
સામે માત્ર 19.9 એમએમ
વરસાદ) વર્તાઈ રહી છે, ત્યારે આ સિસ્ટમ મોટી રાહત લાવશે. જોકે, 3 અને
4 જુલાઈએ સુરત, નવસારી, ડાંગ, તાપી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આશંકાએ રેડ ઍલર્ટ જાહેર કરાયું છે. જ્યારે 4થી 6 જુલાઈ દરમિયાન જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ થંડરસ્ટોર્મ (ગાજવીજ સાથે વાવાઝોડું)ની ચેતવણી આપી છે. પવનની ગતિ 40થી 50 કિમી
પ્રતિ કલાક રહેવાની શક્યતા હોવાથી કાચા મકાનો, હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે સાવચેત રહેવા અપીલ કરાઈ છે. ગીર સોમનાથ, દીવ અને જાફરાબાદના દરિયામાં ભારે કરંટ હોવાથી સહેલાણીઓને દરિયાકાંઠાથી દૂર રહેવા જણાવાયું છે. બીજી તરફ અમદાવાદમાં આગામી 24 કલાકમાં
મધ્યમ ઝાપટાં પડવાની શક્યતા હોવાથી લોકોને બફારામાંથી મુક્તિ મળશે.
દરમિયાનમાં આજે સાંજે છ વાગ્યા સુધીમાં 20 તાલુકાઓમાં
વરસાદ નોંધાયો હતો. નોંધપાત્ર વરસાદ જોઇએ તો નવસારી શહેરમાં સૌથી 3.7 ઇચ વરસાદ પડÎો હતો. અન્ય તાલુકાઓમાં જોઇએ તો સાવરકુંડવામાં 3.11, ધરમપુરમાં
2.76, સુરતમાં 2.4, કામરેજમાં
2.38, જલાલપોરમાં 2.05, વસોમાં
1.85, પલસાણામાં 1.85, નાનાપોંધામાં
1.77, અંબિકામાં 1.61, મહુવામાં
1.61, વધઇમાં 1.61, બારડોલીમાં
1.54, ઓલપાડમાં 1.38, ઉનામાં
1.34, ચોરાસીમાં 1.3, માંગરોળમાં
1.18, વલોજમાં 1.14 અને ચિખલીમાં 1.1 ઇંચ વરસાદ નોંધાયો હતો.