નવીદિલ્હી,તા.29: નાટો સમૂહનાં દેશોનાં સમુદ્ર માર્ગ ઉપર રશિયાએ પોતાનાં સૌથી શક્તિશાળી પરમાણુ સંચાલિત યુદ્ધ જહાજ એડમિરલ નખિમોવને તૈનાત કરી દીધું છે. આર્કટિકમાં રશિયાએ પોતાનાં સેવેરોમોર્સ્ક નૌસેના મથકે આ જહાજને તૈનાત કર્યુ છે. આ પગલાને રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તરફથી નાટો માટે સ્પષ્ટ અને સીધો સંદેશો માનવામાં આવે છે કે, હવે જે કંઈ ચાલી રહ્યું છે તે સહનશીલતાની બહાર જઈ રહ્યું છે.
યુક્રેનની આક્રમકતાથી પુતિન ઉશ્કેરાયા
છે. આર્કટિક સર્કલ ઉપર સ્થિત સેવેરોમોર્સ્ક નોર્ધન ફ્લીટનાં વડામથકે રશિયાની અનેક પરમાણુ
શત્ર ધરાવતી બેલિસ્ટિક મિસાઈલ સબમરિન મોજૂદ છે.