નવી દિલ્હી તા.30: આગામી લોસ એન્જલસ ઓલિમ્પિક-2028 માટે ચાર મહિલા ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા, ભારત, દ. આફ્રિકા અને ગ્રેટ બ્રિટન (ઇંગ્લેન્ડ) કવોલીફાય થઇ છે. આ ચાર દેશ ક્રમશ: ઓશિયાના, એશિયા, આફ્રિકા અને યૂરોપ ખંડમાં સૌથી ઉંચા આઇસીસી ક્રમાંક પર રહેવાના આધારે થઇ છે. ઓલિમ્પિક-2028માં મહિલા ક્રિકેટ રમતમાં કુલ 6 ટીમ હિસ્સો બનશે. હવે બે સ્થાન ખાલી છે. યૂએસએ મહિલા ટીમને યજમાન તરીકે જગ્યા મળી શકે છે, પણ આ માટે તેણે 31 ડિસેમ્બર સુધીમાં આઇસીસી ક્રમાંકમાં 1પની અંદર રહેવું પડશે. હાલ તેનો ક્રમાંક 20 છે. ઓલિમ્પિક-2028માં પુરુષ ક્રિકેટ ટીમોનું કવોલીફિકેશન 31 ડિસેમ્બર-2026ના આધારે થશે.