• બુધવાર, 01 જુલાઈ, 2026

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં

ટ્રમ્પની સવારે વાગ્યે મોદીને ફોન કરવાની ઈચ્છાની ઘટના રાજદૂત સર્જિયો ગોરે જણાવી

વોશિંગ્ટન, તા. 30 ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે એક મહત્વના નિવેદનમાં કહ્યું છે કે ભારત-અમેરિકા વેપાર સમજૂતી અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે અને માત્ર એક ટકો વાતચીત બાકી છે. ગોરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લગભગ 18 મહિનાથી ચાલી રહેલી વાતચીત બાદ સમજૂતી ટૂંક સમયમાં અંતિમ રૂપ લેશે. વોશિંગ્ટનમાં આયોજીતયૂએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ લીડરશિપ સમિટને સંબોધિત કરતા ગોરે કહ્યું હતું કે, સમજૂતીને  જલ્દી પુરી કરવા તેઓ પ્રતિબદ્ધ છે, કારણ કે સમજૂતીથી બન્ને દેશને લાભ થશે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે પીએમ મોદી જી20 સમિટ માટે ડિસેમ્બર મહિનામાં અમેરિકાની મુલાકાત લેશેસમિટમાં સંબોધન કરતા અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે એક મજેદાર ઘટના પણ સંભળાવી હતી. ગોરે કહ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક વખત સવારે વાગ્યે ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરવા ઈચ્છતા હતા. વાત બન્ને નેતાઓ વચ્ચેના ગજબ તાલમેલને બતાવે છે. ગોર અનુસાર અમુક મહિના પહેલા મિયામીમાં એક ઈવેન્ટ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે બેકસ્ટેજમાં હતા. અચાનક ટ્રમ્પે કહ્યું હતું કે ચાલ મોદીને ફોન કરીએ. ટ્રમ્પની ઈચ્છા ઉપર ગોરે યાદ અપાવ્યું હતું કે સમયે ભારતમાં સવારના વાગ્યા હશે. તો ટ્રમ્પે હસીને કહ્યું હતું કે મોદી જાગી રહ્યા હશે, તેઓ મારી જેમ જલ્દી ઉઠનારા છે. જો કે બાદમાં ફોન બીજા દિવસે ગયો હતો પણ વાત બન્ને વચ્ચેનો તાલમેલ બતાવે છે.

ગોરે આગળ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ આજે પણ ભારત પ્રવાસને યાદ કરે છે અને પસંદ કરે છે. અમેરિકી રાજદૂત અનુસાર બન્ને દેશ સરકાર માત્ર વાતો ઉપર નહી પણ કામ ઉપર ભરોસો રાખે છે. આગામી બે વર્ષ બન્ને દેશના સંબંધો માટે ખૂબ જરૂરી છે. વ્યાપાર, રોકાણ, રક્ષા અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રમાં આજે જે નિર્ણયો લેવામાં આવશે તે આગામી દશકો સુધી ભારત અને અમેરિકાની મિત્રતા અને ભાગીદારીને મજબૂત બનાવી રાખશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

જોકોવિચ અને સબાલેંકા વિમ્બલ્ડનના બીજા રાઉન્ડમાં July 01, Wed, 2026

Crime

સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના જામીન હાઈ કોર્ટે ફગાવ્યા પુરાવાનો નાશ કરવા ગુગલમાં સર્ચ કર્યું હોવાનો ઈડીની તપાસમાં ઘટસ્ફોટ July 01, Wed, 2026