જુનાગઢ, તા.7: જૂનાગઢમાં પોલીસે પાંચ સ્થળે દારૂ અંગે દરોડા પાડી રૂા.4.48 લાખના દારૂ બિયરના જથ્થા સાથે ચાર શખસોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહીમાં અહીંના દોલતપરામાં
આવેલી 66 કેવી નજીક શ્રમજીવી સોસાયટીમાં રહેતા ચરણસિંહ શાંતુભાના નવા બની રહેલા મકાનમાં
ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડો પાડી ર40 બોટલ દારૂ કિંમત રૂા.1,24,320/- લાખ
સાથે ઝડપી લીધો હતો. તેવી રીતે નરેરુપાર્કમાં આવેલા ચાણક્ય એપાર્ટમેન્ટમાં રહેતા વિપુલ
કિરીટ ઝાંઝમેરિયાના ફ્લેટમાં પોલીસે દરેડો પાડી દારૂના ચપટા નંગ 68 કિંમત રૂપિયા
34,000/- સાથે પકડી પાડયો હતો.
તેમજ જનકપુરી સોસાયટીમાં રબારી
લાલા ચનાએ ભાડે રાખેલા મકાનમાં ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે દરોડો પાડી બિયર ટીન
351 તથા દારૂ મળી કુલ રૂા.1,68,100નો મુદ્દામાલ પકડી પાડયો હતો.
ઉપરાંત જોષીપરાના નારાયણ ચોકમાં
રહેતા હેમત ઉર્ફે હિતેશ ટકો નરોતમ કારિયાના મકાનમાં પોલીસે દારૂ અંગે દરોડો પાડી દારૂના
ચપટા 12 કિંમત રૂપિયા 3600 સાથે ઝડપી લીધો હતો તથા પંચેશ્વરમાં રહેતા ભીખો ઉર્ફે ભૂરો
રૈયા કરમટાના મકાનમાં પોલીસે દરોડો પાડી રૂ.1,18,440/-ની કિંમતનો દારૂ તથા બિયરનો જથ્થો
ઝડપી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.