ઈઝરાયલે આજે ઈરાન ઉપર હુમલા બાદ આ સૈન્ય કાર્યવાહીને ઓપરેશન રોરિંગ લાયન નામ આપ્યું હતું. એટલે કે સાવજની ગર્જના. બીજીબાજુ અમેરિકાનાં મુખ્ય સંરક્ષણ મથક પેંગાગોન દ્વારા આ ઓપરેશનને એપિક ફ્યૂરી નામ આપવામાં આવ્યું હતું. જેનો અર્થ અતિશય આક્રોશ થાય છે. જવાબી કાર્યવાહીમાં ઈરાને બોલાવેલા હુમલાને ઓપરેશન ફતહ-એ-ખૈબર નામ આપવામાં આવ્યું હતું. 7મી સદીમાં શિયા ધર્મના ઈમામ હઝરત અલીએ મદીનાં પાસે સ્થિત ખૈબરમાં લોખંડી દરવાજાને ઉખાડીને ફતેહ હાંસલ કરી હતી, જેનાં આધારે આ નામકરણ કરવામાં આવેલું છે.
અમેરિકા-ઈઝરાયલ
ક્યાં ત્રાટક્યા ?
આજે
યુદ્ધનો આગાઝ કરતાં ઈઝરાયલ અને અમેરિકાએ ઈરાનમાં રાષ્ટ્રપતિ ભવન, ખામેનીનું કાર્યાલય,
ઈરાનની ગુપ્તચર એજન્સીનાં વડામથક, ઈરાની સરકારનાં મહત્ત્વનાં ભવનો, અણુ ઊર્જા મથક અને
પરચીનને ટાર્ગેટ કરીને રાજધાનીને ખળભળાળી નાખવામાં આવી હતી. આશરે 30 જેટલા
મહત્ત્વનાં ઠેકાણાઓને આ હુમલામાં નિશાન બનાવવામાં
આવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવન પાસે કમસેકમ સાત મિસાઈલનાં ધડાકા થયા હતાં.
ઈરાનમાં
તેહરાન, કોમ, તબરેઝ, કરમનશાહ, કરાઝ, ઈસ્ફહાન શહેરો ઉપર અમેરિકા અને ઈઝરાયલની મિસાઈલો
ત્રાટકી હતી અને ધોળા દિવસે ઈરાનમાં ચોતરફ મિસાઈલનાં ધડાકાઓથી ધૂળ અને ધુમાડાનાં ગોટા
છવાઈ ગયા હતાં. ઈઝરાયલનાં મિસાઈલ હુમલા સાથોસાથે અમેરિકાનાં યુદ્ધજહાજ અબ્રાહમ લિંકન
ઉપરથી પણ આ ઘાતકી પ્રહારો ચાલ્યા હતા. આ હુમલામાં અમેરિકી નૌસેના અને વાયુસેનાએ પણ
ઈરાનને ઘેરીને હુમલો બોલાવ્યો હતો.
ઈરાને
આખી ખાડીને બનાવી નાખી યુદ્ધનું મેદાન
ઈઝરાયલ
અને અમેરિકાના આ હુમલા બાદ જીવ ઉપર આવી ગયેલા ઈરાને ઈઝરાયલ ઉપર ખાડી દેશોમાં સ્થિત
અમેરિકાનાં સૈન્ય મથકો ઉપર હુમલો બોલાવીને ઘાણ કાઢી નાખ્યો હતો. સૌપ્રથમ ઈઝરાયલમાં
મિસાઈલ અને ડ્રોનનો મારો ચલાવીને હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ
બહેરીનમાં
અમેરિકી
નૌસેનાનાં પાંચમા બેડાંનાં વડામથક સહિત કુવૈત, કતાર, યુએઈમાં અમેરિકી સૈન્ય અડ્ડાઓ
ઉપર પણ ઈરાન ત્રાટક્યું હતું. અબુ ધાબી, કતારમાં દોહા અને સાઉદીમાં રિયાદ પણ ધડાકાથી
ગુંજી ઉઠયા હતા. ઈરાને આ યુદ્ધનો વ્યાપ વિસ્તારી નાખતા ખાડી દેશો પણ ભડકી ઉઠયા હતાં.
યુએઈ અને બહેરીન સહિતના દેશોએ ઈરાનની આ હરકતને પોતાની સંપ્રભુતા ઉપર હુમલો ગણાવ્યો
હતો અને જવાબી કાર્યવાહી માટે પોતાનાં અધિકારની ગર્જનાઓ કરી હતી. આમ, આ યુદ્ધે વિકરાળ
આકાર ધારણ કરી લીધો છે.