• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

મહાત્મા મંદિરમાં કાલથી ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ યોજાશે

ભારતને ‘સેમિકન્ડક્ટર હબ’ બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષ્યાંક-અર્જુન મોઢવાડિયા

અમદાવાદ, તા.27 :ગુજરાત સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે. ભારતના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને વ્યૂહાત્મક ટેકનોલોજી આધારને મજબૂત બનાવવા દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. જેના ભાગરૂપે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આગામી 1 અને 2 માર્ચે ‘ગુજરાત સેમિકનેક્ટ કૉન્ફરન્સ- 2026’ યોજાશે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આઈ ટી મંત્રી અશ્વિની વૈષ્ણવ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે તેમ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.

તેમણે કહ્યુંકે, કોવિડને લીધે અગત્યના પાર્ટસની સપ્લાય ચેઈન ખોટવાઈ હતી એમાં મહત્ત્વની સિસ્ટમ સેમિકન્ડક્ટર છે. સેમિકન્ડક્ટર ઉત્પાદન બંધ થવાથી દુનિયાના ઘણાં ઉદ્યોગો ને માઠી અસર થઈ  હતી.  આ એક મોટો પડકાર હતો, આ પડકારને એક અવસર ગણીને દેશમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનનો વિચાર જન્મ્યો જે હવે સાકાર થઇ રહ્યો છે.  ગયા અઠવાડિયામાં દિલ્હીમાં ઈન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ- 2026 યોજાઈ,જેમાં દુનિયાના અંદાજે 88 દેશોએ સાથે મળીને એ.આઈ. નો એથિકલ (નૈતિક) ઉપયોગ થઈ શકે એ માટેના ડિક્લેરેશન પણ બહાર પાડ્યા છે. ગુજરાત પણ સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે દેશનું હબ બની રહ્યું છે? જે સંદર્ભે અંદાજે રૂ.1.24 લાખ કરોડના પ્રોજેક્ટ બની રહ્યા છે   

ગુજરાત સેમિકનેક્ટ-2026નું આયોજન રાજ્યના ફ્લેગશિપ પ્લેટફોર્મ તરીકે કરવામાં આવી રહ્યું છે, જેનો હેતુ હાઈ-ટેક ચિપ ઉત્પાદકો, સપ્લાય ચેઇન ભાગીદારો અને સ્થાનિક ઉદ્યોગો વચ્ચે વ્યૂહાત્મક સહકાર સક્ષમ બનાવી, ગુજરાતમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના દીર્ઘકાલીન વિકાસને મજબૂત બનાવવાનો છે.

તેમણે એમ પણ કહ્યું કે,આ કાર્યક્રમમાં મુખ્ય રોકાણકારો ઉપસ્થિતિ પણ રહેશે, જેમાં Tata Electronicsના ડૉ. રણધીર ઠાકુર, Micron Technology ના સંજય મહેતા, CG Powerના શ્રી જી. સી. ચતુર્વેદી, Kaynes Semiconના રમેશ કન્નન અને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગ, સાધન નિર્માતાઓ અને સપ્લાય ચેઇનનું પ્રતિનિધિત્વ કરતી વૈશ્વિક સંસ્થા જઊખઈંના પ્રેસિડેન્ટ અને CEO અજય મનોચાનો સમાવેશ થાય છે.

ઇ-પેપરના નવા શુલ્ક