26મીને બદલે 28 માર્ચથી થશે ટૂર્નામેન્ટની શરૂઆત : વિધાનસભા ચૂંટણીઓ મુખ્ય કારણ
નવી
દિલ્હી, તા. 28 : આઈપીએલ 2026ના શેડયૂલ અંગે મોટા અપડેટ સામે આવ્યા છે. જેના અનુસાર
ટૂર્નામેન્ટ હવે નક્કી તારીખથી બે દિવસ બાદ શરૂ થશે. રિપોર્ટ અનુસાર આઈપીએલ 2026નો
આગાઝ હવે 28 માર્ચથી થશે. જ્યારે પહેલા 26 માર્ચના રોજ આઈપીએલની શરૂઆતની યોજના હતી
જ્યારે ફાઈનલ મુકાબલો 31 માર્ચના રોજ રમાશે.
આઈપીએલ
ગવર્નિંગ કાઉન્સિલની બેઠક આગામી અઠવાડિયે થવાની છે. જેમાં પૂરા કાર્યક્રમને અંતિમ રૂપ
આપવામાં આવશે. શેડયુલ જાહેર કરવામાં વિલંબનું મુખ્ય કારણ આસામ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં થનારી વિધાનસભા ચૂંટણી છે. અત્યારસુધી
ચૂંટણી પંચ દ્વારા તારીખોનું એલાન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કેકેઆરનું
હોમ ગ્રાઉન્ડ કોલકાતા છે. જ્યારે સીએસકેનું ચેન્નઈનું એમકે ચિદમ્બરમ સ્ટેડિયમ છે. આ
ઉપરાંત ગુવાહાટીનું બરસાપાર સ્ટેડિયમ રાજસ્થાન રોયલ્સનું બીજું હોમ ગ્રાઉન્ડ છે.
2008મા આઈપીએલ શરૂ થયા બાદ જ્યારે જ્યારે દેશમાં લોકસભા કે કોઈ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી
થઈ છે જ્યારે શેડયુલ બે ભાગમાં જાહેર કરવામાં આવ્યો છે. 2009, 2014, 2019 અને 2024મા
આવી રીતે ટાઈમટેબલ ગોઠવાઈ ચૂક્યું છે.