• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

અમરેલીના ખાંભામાં ત્રણ શખસનો પોલીસકર્મી પર હુમલો

અમરેલી,તા.27 : અમરેલી જિલ્લાનાં ખાંભા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મીને ડેડાણ ગામે રહેતાં ચાર જેટલાં ઈસમોએ પોલીસ કર્મીની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી પોલીસ સાથે બોલાચાલી તેમજ ઝપાઝપી કરી પોલીસને ઢીકાપાટુનો મુંઢમાર મારી પોલીસના યુનિફોર્મના શર્ટનું ઉપરનું બટન તોડી નાખી, પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાય છે.

આ બનાવમાં અમરેલી જિલ્લાનાં ખાંભા પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ફારૂકભાઇ ગુલાબભાઇ પઠાણ ગત તા.26ના રોજ સરકારી માધ્યમિક શાળા ખાતે પોતાની કાયદેસરની ફરજ ઉપર હતા. ત્યારે  તે જ ગામે રહેતાં સાગરભાઇ હિંમતભાઇ મકવાણા, હિતેષભાઇ છનાભાઇ ડાભી તથા અમીતભાઇ રવજીભાઇ મકવાણા નામનાં આરોપી આવી પોલીસ કર્મીની ફરજમાં રૂકાવટ કરી પોલીસ સાથે બોલાચાલી તેમજ ઝપાઝપી કરી પોલીસને ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ઈજા કરી તથા આરોપી જગદિશભાઇ ભાણાભાઇ મકવાણાએ ગાળો આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક