સીએનજી, પીએનજી અને એલપીજીની કિંમતમાં થઈ શકે છે ફેરફાર : યુપીઆઇ સંબંધિત નવા સુરક્ષા માપદંડ થશે લાગુ
નવી
દિલ્હી, તા. 27 : દર મહિને અલગ અલગ આર્થિક ફેરફાર આવતા રહે છે. જે માસિક ખર્ચને પ્રભાવિત
કરે છે. આવી જ રીતે માર્ચ 2026માં પણ ઘણા બદલાવ થવાના છે. જેની અસર સીધી લોકોનાં ખિસ્સાં
ઉપર જોવા મળશે. હકીકતમાં એલપીજી સિલિન્ડર અને સીએનજીની કિંમતમાં ફેરફાર થઈ શકે છે.
આ સાથે જ સિમ, યુપીઆઈના નવા સુરક્ષા માપદંડ
અને રેલવે ટિકિટ સંબંધિત નિયમ બદલાઈ રહ્યા છે.
એલપીજી
ગેસ સિલિન્ડર : દર મહિને એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર જોવા મળે છે. છેલ્લા
અમુક સમયથી માત્ર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં જ ઉતાર ચડાવ જોવા મળ્યો છે જ્યારે
ઘરેલુ રાંધણ ગેસની કિંમત સ્થિર છે. ગયા મહિને 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની
કિંમતમાં 49 રૂપિયાનો વધારો થયો હતો.
રેલવે
ટિકિટ : માર્ચ 2026માં જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરવાના નિયમોમાં બદલાવની સંભાવના
છે. ભારતીય રેલવે દ્વારા ટિકિટ બુકિંગ માટે નવી એલવન એપ લોન્ચ કરવામાં આવી શકે છે.
આ નવી એપ ઉપર યાત્રીઓને જનરલ ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ અને લોકલ યાત્રા સંબંધિત તમામ
સેવા સરળતાથી મળી શકશે.
સિમ
બાઇન્ડિંગ નિયમ : ડિજીટલ ફ્રોડને રોકવા માટે સરકાર પહેલી માર્ચથી સિમ બાઇન્ડિંગ નિયમ
લાવી રહી છે. આ નિયમ હેઠળ વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ યુપીઆઇની જેમ લિંક
રહેશે. ફોનમાંથી સિમ કાઢતા જ એપ્સ કામ કરવાનું બંધ કરી દેશે.
યુપીઆઈ
પેમેન્ટ : માર્ચ મહિનાથી યુપીઆઈ પેમેન્ટમાં પણ બદલાવ આવી શકે છે. નવા નિયમ હેઠળ મોટી
રકમ ઓનલાઈન ટ્રાન્સફર માત્ર યુપીઆઈ પીનથી થશે નહીં. બેન્ક હાઈ વેલ્યૂ ટ્રાન્ઝેક્શન
મારફતે વધુ બાયોમેટ્રિક્સ અથવા મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન અનિવાર્ય થશે.
બેન્ક
એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સ : દેશની સરકારી બેન્ક પહેલી માર્ચથી મિનિમમ બેલેન્સના નિયમમાં
ફેરફાર કરવા જઈ રહી છે. નવા નિયમથી બેન્ક એકાઉન્ટમાં બેલેન્સ ઓછું હોવાથી એવરેજ મંથલી
બેલેન્સના આધારે પેનલ્ટી લાદવામાં આવશે.
સીએનજી,
પીએનજી અને એટીએફની કિંમત : પેટ્રોલિયમ ડિસ્ટ્રિબ્યુટર કંપનીઓ દ્વારા દર મહિને ટર્બાઇનલ
ફ્યૂલ સાથે સીએનજી અને પીએનજીની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે. સંભાવના છે કે માર્ચ
મહિનાની શરૂઆતે આ તમામ કિંમતમાં ફેરફાર જોવા મળી શકે છે.