• રવિવાર, 01 માર્ચ, 2026

વાંકાનેર નજીકથી વાયર ચોરી કરતી ગેંગના 4 શખસ ઝડપાયા

મોરબી,તા.28 : વાંકાનેરના વિઠ્ઠલપરની સીમમાં વિન્ડ થાંભલા પરથી બે માસ દરમિયાન 11 લાખથી વધુના વાયરોની ચોરી કરી તેમજ 5.31 લાખના વાયરો કાપી નુકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદને પગલે પોલીસે વાયરોની ચોરી કરતી ગેંગના ચાર ઈસમો અને ચોરીનો માલ રાખનાર સહીત પાંચ ઇસમોને ઝડપી લઈને રૂ 14.13 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

રાજકોટની રાધા રેસીડેન્સીમાં રહેતા જયેશભાઈ મધુભાઈ સાંજવાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે તા. 2-12-25 થી તા. 16-2-26 દરમીયાન વાંકાનેરના ભોજપરાથી સમથેરવા વચ્ચેના જુદા જુદા વિસ્તારમાંથી ચોરી થઇ હતી જેમાં ક્લીનમેક્ષ એનવીરો એનર્જી સોલ્યુશન લી કંપનીના સબ સ્ટેશન બનાવી પવનચક્કી અને સોલારની 33 કેવી લાઈન લગાવવાના કામનો પેટા કોન્ટ્રાકટર, ઓપેરા એનર્જી કંપનીએ રાખેલો છે વાંકાનેર તાલુકાના જુદા જુદા વિસ્તારમાં 33 કેવી એલ્યુમીનીયમ વાયર લગાવવાનું કામ ચાલે છે દરમિયાન અજાણ્યા ચોર ઇસમેં કુલ 3680 મીટર વાયરો કીમત રૂ 11,04,000 કોઈ સાધનથી કાપી ચોરી કરી તેમજ અન્ય 1770 મીટર વાયર કીમત રૂ.5,31,000 કાપી નુકશાની કરી હતી

વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી હતી જે તપાસમાં એલસીબી ટીમ પણ જોડાઈ હતી જેમાં આરોપી કુકાભાઈ ઉર્ફે કુકો મનજીભાઈ ડાભી રહે વિનયગઢ તા. વાંકાનેર, શૈલેષ રમેશ ગણાદીયા અને કરણ ઉર્ફે સંજય રાજાભાઈ ગણાદીયા રહે બંને સતાપર વાંકાનેર અને ભૂરા માલાભાઈ સરૈયા રહે હીરાણા તા. થાનગઢ તેમજ ચોરીનો મુદામાલ રાખનાર હુશેન વલીમાંમદ કાસમાણી રહે ચંદ્રપુર તા. વાંકાનેર એમ પાંચને ઝડપી લીધા છે અન્ય અરોપી વિપુલ રવજી મકવાણા, કિશન વેલજી ધોરીયા, સામજી બચુભાઈ કુમખાણીયા, જગાભાઈ હેમુભાઈ મકવાણા અને કિશન પ્રેમજી ગોરિયા એમ પાંચ ઇસમોના નામો ખુલ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી 7 મોબાઈલ કિંમત રૂ 35,000 એલ્યુમીનીયમ ઢાળિયા નંગ 157 વજન આશરે 2650 કિલો કીમત રૂ 9,75,200 વાયર કાપવાના કટ્ટર નંગ 02 કિંમત રૂ 1200, બેલ્ટ પટો નંગ 01 કીમત રૂ 200 ઇલેક્ટ્રિક ગ્રાઈન્ડર કીમત રૂ 1000, ઇલેક્ટ્રિક જમ્પર નંગ 02 કિંમત રૂ 1000 અને બોલેરો પીકઅપ કિંમત રૂ 4 લાખ સહિત કુલ રૂ 14,13,600નો મુદામાલ કબજે લીધો છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક