ગંભીર રીતે ઈજાગ્રસ્ત છ લોકો હોસ્પિટલમાં દાખલ : સીએમ નાયડૂએ દુ:ખ વ્યક્ત કર્યું
નવી
દિલ્હી, તા. 28 : આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લામાં શનિવારે સૂર્યા શ્રી ફાયર વર્ક્સ
નામની ફટાકડા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ બાદ વિસ્ફોટ થયો હતો. જેની ચપેટમાં આવવાથી
18 લોકોના મૃત્યુ થયા છે. જીલ્લા કલેક્ટર સગિલિ શન મોહને આ બનાવની પુષ્ટિ કરી હતી.
ઘટના સમયે એકમમાં ઘણા શ્રમિકો કામ કરી રહ્યા હતા. જેમાં મોટાભાગની મહિલાઓ હોવાનું પ્રાથમિક
માહિતીમાં સામે આવ્યું હતું. વિસ્ફોટ એટલી હદે શક્તિશાળી હતો કે મૃતદેહો આસપાસના ખેતરમાં
જઈને પડયા હતા. આ બનાવમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત 6 લોકોને તાકીદે નજીકની હોસ્પિટલમાં
દાખલ કરવામાં આવ્યા હતા.
આંધ્ર
પ્રદેશના સીએમ ચંદ્રાબાબૂ નાયડૂએ ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટની સમીક્ષા કરી હતી
અને અધિકારીઓ સાથે ફોન ઉપર વાતચીત કરીને દુર્ઘટનાના કારણો, બચાવ અને રાહત કામગીરીની
જાણકારી મેળવી હતી.