સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ તોડયો
ચંડીગઢ,
તા.3 : ન્યૂ ચંદીગઢ ખાતે વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી ત્રીજી વનડેમાં ભારતીય દિગ્ગજ રોહિત
શર્માએ બાટિંગનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ઇનિંગ્સનો બીજો રન પૂરો કરતાંની સાથે
જ ‘િહટમેન’ વનડે ક્રિકેટમાં ઓપનર તરીકે સૌથી ઝડપી 10,000 રન બનાવનાર વિશ્વનો પ્રથમ
બેટર બની ગયો છે. રોહિતે આ સિદ્ધિ માત્ર 202 ઇનિંગ્સમાં પોતાના નામે કરીને મહાન બેટ્સમેન
સચિન તેંડુલકરનો 214 ઇનિંગ્સનો વર્લ્ડ રેકોર્ડ ધ્વસ્ત કર્યો છે.
મુકાબલામાં
વિસ્ફોટક લયમાં જોવા મળેલા રોહિતે 85 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 92 રનની
તોફાની ઇનિંગ્સ રમી હતી, તે માત્ર 8 રનથી સળંગ બીજી સદી ફટકારવાથી ચૂકી ગયો હતો. ઉલ્લેખનીય
છે કે, વનડે ક્રિકેટના ઇતિહાસમાં ઓપનર તરીકે 10 હજાર રનનો આંકડો પાર કરનારા વિશ્વમાં
માત્ર ચાર જ બેટ્સમેન છે, જેમાં રોહિત શર્મા (202 ઇનિંગ્સ) હવે સચિન તેંડુલકર (214),
ક્રિસ ગેલ (268) અને સનથ જયસૂર્યા (303)થી આગળ નીકળીને ટોચ પર પહોંચી ગયો છે.