- છઙના બે હેડ કોન્સ્ટેબલ સહિત 6 ઝડપાયા, 2.51 લાખનો મુદ્દામાલ કબજે
વેરાવળ, તા.
3ઃ વેરાવળ
રેલવે કોલોનીના
સરકારી ક્વાર્ટરમાં
ચાલતા તીનપત્તીના
જુગારધામ પર
રાજકોટ પશ્ચિમ
રેલવે એલ.સી.બી
એ દરોડો
પાડી છ
શખસને ઝડપી
પાડÎા
હતા. પોલીસે
સ્થળ પરથી
રૂ.58,700 રોકડ,
છ મોબાઇલ
ફોન, ગંજીપત્તા
અને અન્ય
સામગ્રી મળી
કુલ રૂ.2,51,700નો
મુદ્દામાલ કબજે
કર્યો હતો.
પોલીસ ફરિયાદ
મુજબ, ઝડપાયેલા
આરોપીઓમાં રેલવે
કર્મચારી દિનેશભાઈ
અરજણભાઈ રાઠોડ,
કિશોરભાઈ કંડોલિયા,
આર.પી.એફના
હેડ કોન્સ્ટેબલ
વિજયભાઈ ગુજરીયા,
ભરતભાઈ દયાતર,
રેલવે કર્મચારી
રાકેશભાઈ વાઘેલા
અને રમેશભાઈ
સોલંકીનો સમાવેશ
થાય છે.
પી.એસ.આઈ
જે.એમ.
પરમારના માર્ગદર્શન
હેઠળ એલ.સી.બી
ટીમે દરોડો
પાડÎો
હતો.
પોલીસના જણાવ્યા
મુજબ, ક્વાર્ટરમાં
બહારથી લોકોને
બોલાવી તીનપત્તીનો
જુગાર રમાડવામાં
આવતો હતો
અને નાલ
ઉઘરાવવામાં આવતી
હતી. દિનેશભાઈ
રાઠોડે પાડોશીના
ક્વાર્ટરનો આશરે
છ મહિનાથી
કબજો રાખ્યો
હોવાનો પણ
ફરિયાદમાં ઉલ્લેખ
છે. સમગ્ર
મામલે પી.એસ.આઈ
રમણભાઈ લાખાભાઈ
કટારા તપાસ
ચલાવી રહ્યા
છે.