માતાજી-નાના ભાઈના સોગંદ અને જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂપ રાખ્યાની ફરિયાદથી ચકચાર
પોરબંદર, તા.3
ઃ પોરબંદર
નજીકના ઓડદર
ગામમાં સગીરા
પર છ
વર્ષ સુધી
વારંવાર દુષ્કર્મ
ગુજાર્યાની ફરિયાદ
નોંધાતા ચકચાર
મચી છે.
ગુજસીટોક સહિતના
ગંભીર ગુનાઓમાં
આરોપી રહી
ચૂકેલા રમેશ
ભીખા છેલાણા
સામે હાર્બર
મરીન પોલીસ
સ્ટેશનમાં સગીરાએ
ફરિયાદ નોંધાવતા
પોલીસે તપાસ
હાથ
ધરી છે.
ફરિયાદ મુજબ,
સગીરા જ્યારે
11 વર્ષની હતી
ત્યારથી રમેશ
છેલાણા તેના
પર બળજબરીપૂર્વક
શારીરિક સંબંધ
બાંધતો હતો.
સગીરાએ અનેક
વખત પ્રતિકાર
કર્યો હોવા
છતાં આરોપી
દ્વારા ધાકધમકી
આપી તેને
ચૂપ રહેવા
મજબૂર કરવામાં
આવતી હતી.
દુષ્કર્મ અંગે
પરિવારના સભ્યોને
જાણ ન
કરે તે
માટે માતાજી
તથા નાના
ભાઈના સોગંદ
લેવડાવ્યા હોવાનું
તેમજ કોઈને
વાત કરશે
તો જાનથી
મારી નાખવાની
ધમકી આપી
હોવાનું ફરિયાદમાં
જણાવાયું છે.
આ રીતે
છેલ્લા છ
વર્ષ દરમિયાન
આરોપીએ અનેક
વખત દુષ્કર્મ
આચર્યાનો આક્ષેપ
સગીરાએ કર્યો
છે. હાલ
સગીરાની ઉંમર
17 વર્ષ હોવાનું
જાણવા મળે
છે. ફરિયાદના
આધારે હાર્બર
મરીન પોલીસે
પોક્સો સહિતની
સંબંધિત કલમો
હેઠળ ગુનો
નોંધી તપાસ
શરૂ કરી
છે. પોલીસ
દ્વારા સગીરાની
મેડિકલ તપાસ
સહિતની કાયદેસરની
કાર્યવાહી હાથ
ધરવામાં આવી
રહી છે.
આરોપીની ધરપકડ
માટે પણ
તજવીજ શરૂ
કરવામાં આવી
હોવાનું જાણવા
મળે છે.
રમેશ છેલાણા
સામે અગાઉ
પણ ધાકધમકી,
મિલકતને લગતા
વિવાદો સહિતના
ગંભીર ગુનાઓ
નોંધાયા હોવાનું
પોલીસ ફરિયાદોમાં
દર્શાવવામાં આવ્યું
છે. ગુજસીટોક
હેઠળ કાર્યવાહી
થઈ ચૂકેલા
આ શખસ
સામે હવે
સગીરા પર
દુષ્કર્મની ફરિયાદ
નોંધાતા ઓડદર
સહિત પોરબંદર
પંથકમાં ભારે
ચર્ચા જાગી
છે.