• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

ફલાય દુબઈએ તેલ અવીવ જતી તમામ ફલાઇટ્સ રદ કરી

ક્ષ          એરલાઇને કહ્યું, આગામી સૂચના સુધી તેલ અવીવની ફલાઇટ્સ ઉપર અસ્થાયી રોક

નવી દિલ્હી, તા. 3 : દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફલાય દુબઈની ફલાઇટને હાઇજેક કરવાની નાકામ કોશિશ બાદ એરલાઇને મોટો નિર્ણય લીધો છે. એરલાઇન તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેલ અવીવ જનારી તમામ ફલાઇટ્સને અમુક સમય માટે રોકી દેવામાં આવી છે. એરલાઇનના સીઇઓએ કહ્યું હતું કે ફલાય દુબઈ હાઇજેકની કોશિશના બનાવની તપાસમાં પૂરો સહયોગ કરી રહી છે.

ફલાય દુબઈ તરફથી આ નિર્ણય ફલાઇટ સંખ્યા એફઝેડ 1073 સંબંધિત ઘટના બાદ લેવામાં આવ્યો છે. ફલાય દુબઈએ કહ્યું હતું કે, અધિકારીઓના નિર્દેશ બાદ તેલ અવીવની ઉડાનોને આગામી સૂચના સુધી અસ્થાયી રીતે રોકવામાં આવી છે. એરલાઇન આ અડચણનાં કારણે પ્રભાવિત યાત્રીઓને મદદ કરવા અને નિયત સ્થળ સુધી પહોંચાડવામાં મદદ કરી રહી છે.

ફલાય દુબઈના સીઇઓ ગેલ અલ ગૈથે ઘટના અંગે માહિતી આપતા કહ્યું હતું કે તમામ 172 યાત્રી અને ક્રૂ સુરક્ષિત છે. કેપ્ટન સ્મિત મચ્છરને મેડિકલ મંજૂરી મળ્યા બાદ યુએઇ પરત ફર્યા છે. વધુમાં કહ્યું હતું કે, ફલાય દુબઈના સહયોગથી પૂરી સત્તાવાર તપાસ ચાલી રહી છે અને આ પ્રક્રિયામાં સત્ય સામે આવી જશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક