ક્ષ એપી સિંહે કહ્યું, વિલંબ એટલે ટેક્નોલોજીનો નકાર, સમયે તાકાત વધારવી જરૂરી
નવી
દિલ્હી, તા. 3 : ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ એપી સિંહે વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં
યુદ્ધ સ્ક્વોડ્રનની ઘટતી સંખ્યા ઉપર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું
કે, વાયુસેનાને દર વર્ષે 36થી 40 વિમાન એટલે કે બે સ્ક્વોડ્રન બરાબર વિમાન સામેલ કરવા
પડશે. જેથી સંખ્યામાં વધુ ઘટાડો આવશે નહી. ત્યારબાદ ધીરે ધીરે તાકાત વધારવાની જરૂરીયાત
છે.
એર
ફોર્સ ડે પહેલા એર ચીફ માર્શલે કહ્યું હતું
કે રક્ષા કાર્યક્રમોમાં વિલંબ સીધી ઓપરેશનલ ક્ષમતાને નુકસાન પહોંચાડે છે. તેમણે વારંવાર કહ્યું હતું કે ટેક્નોલોજીમાં
વિલંબનો અર્થ ટેક્નોલોજીનો ઈનકાર છે. જો વિકાસ અને ઉત્પાદન લાંબુ ખેંચાશે તો દુશ્મન
આગળ નિકળી છે અને ટેક્નીક પોતાનું મહત્વ ગુમાવી દેશે. સ્ક્વોડ્રોનની કમીને પુરી કરવા માટે એર ચીફે ઘણા
કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેજસ
માર્ક-1એ, તેજસ માર્ક-2, 114 વિમાનનો પ્રસ્તાવિત એમઆરએફએ કાર્યક્રમ અને પાંચમી
પેઢીના એએમસીએ સામેલ છે. રશિયાના સુ-57 ઓફર ઉપર કોઈ નિર્ણય લેવાયો નથી. જો તમામ કાર્યક્રમ
યોજના અનુસાર આગળ વધશે તો ઉત્પાદની રફતાર જરૂરી સ્તર સુધી પહોંચી શકશે. એચએએલ દર વર્ષે
24થી વધારે વિમાન બનાવવાની દિશામાં કામ કરે છે. તેમ છતાં વાયુસેના પોતાની ઓપરેશનલ ક્ષમતાને
લઈને સહજ છે કારણ કે ખરીદ પ્રક્રિયા પણ ચાલી રહી છે.
થિએટર
કમાન્ડ અંગે એર ચીફ માર્શલે સ્પષ્ટ કર્યું હતું કે, ભારતીય વાયુસેના વિરોધમાં નથી પણ
સંરચના અને અમલવારીના ક્રમને સાવધાનીથી પરખવા જરૂરી છે. ઓપરેશન સિંદૂર બાદ મળેલા પ્રત્યક્ષ
અનુભવોએ ચર્ચાની દિશા બદલી છે. હવે નવા ચીફ ઓફ સ્ટાફ કમિટિના ગઠન બાદ આ મુદ્દે ફરીથી
વિચાર કરવામાં આવશે.