• રવિવાર, 04 ઑક્ટોબર, 2026

મહેન્દ્રનગર-હળવદ રોડ પર અકસ્માત ઃ પુત્રીનું મૃત્યુ, પિતા ગંભીર

મોરબી, તા.3ઃ મહેન્દ્રનગર ચોકડીથી હળવદ જતા રોડ પર બાઇક સાથે બાઇક અથડાતા બાઇક સવાર પિતા અને પુત્રી પડી જતા 9 વર્ષની પુત્રીનું પિતાની નજર સામે મૃત્યુ થયું હતું. જ્યારે પિતાને ઇજા પહોંચી હતી.

મોરબીના મહેન્દ્રનગર ગામે દેવ પાર્ક સોસાયટીમાં રહેતા કાર્તિકભાઇ જયંતીભાઇ જલાલજી (ઉં.વ.47) એ બાઇક જીજે36 એએમ 7342ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત  તા.30ના રોજ રાત્રીના ફરિયાદી કાર્તિકભાઇ અને તેની 9 વષરની દીકરી દિવ્જા બંને બાઇક ઉપર મહેન્દ્રનગર ચોકડી ગયા હતા. બાદમાં પરત ઘરે જતા હતા ત્યારે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ સામે મહેન્દ્રનગર-હળવદ રોડ પર આરોપી બાઇક ચાલકે પૂરઝડપે બાઇક ચલાવી પાછળથી ઠોકર મારી હતી. જેથી બાઇક સવાર કાર્તિકભાઇ અને પુત્રી દિવ્જા બંને નીચે પડી જતા દીકરી દિવ્જાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મૃત્યુ થયું હતું અને કાર્તિકભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. મોરબી બી ડિવિઝન પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક