પોલીસે અકસ્માતમાં સામેલ કાર અને બાઈક અંગેની વિગતો મેળવી તપાસ શરૂ કરી
લીંબડી, તા.2 : લીંબડી-રાજકોટ
હાઈવે પર વડોદા ગામ નજીક શુક્રવારે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાનોને ગંભીર ઈજાઓ થતાં બંનેના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા
હતા. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના
લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર લોકોનાં ટોળાં
એકત્ર થતાં થોડા સમય માટે ટ્રાફિકને પણ અસર થઈ હતી.
મૃતકોમાં વડોદા ગામના પરેશભાઈ
રણછોડભાઈ વાઘરોડિયા અને અનિલભાઈ રાજુભાઈ વાઘરોડિયાનો સમાવેશ થાય છે. પોલીસે બંનેના
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડયા હતા.
પોલીસે અકસ્માતમાં સામેલ કાર
અને બાઈક અંગેની વિગતો મેળવી તપાસ શરૂ કરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને ટક્કરનું
ચોક્કસ કારણ શું હતું તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાવથી વડોદા ગામ સહિત
સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.