• શુક્રવાર, 12 જૂન, 2026

એશિયન ગેમ્સની પાકિસ્તાની ટીમમાંથી અફ્રિદી-બાબર-આગા બહાર

સાહિબઝાદા ફરહાન નવો T-20 કપ્તાન બન્યો

લાહોર, તા.10 : એશિયન ગેમ્સ-2026 માટેની પાકિસ્તાન ક્રિકેટ ટીમ જાહેર થઈ છે. 1પ ખેલાડીની પાકિસ્તાનની ટી-20 ટીમના નવા કપ્તાન તરીકે ઓપનિંગ બેટર સાહિબઝાદા ફરહાનની પહેલીવાર પસંદગી થઈ છે. તેણે સલમાન આગાનું સ્થાન લીધું છે. આગા ટીમમાં પણ નથી જ્યારે બાબર આઝમ અને શાહિન અફ્રિદી પણ ટીમની બહાર થયા છે.  એશિયન ગેમ્સની પાકિસ્તાની ટીમમાં આકિફ જાવેદ, અલી રઝા, માજ સદાકત અને સાદ મસૂદ જેવા અનકેપ્ડ ખેલાડીઓને તક આપવામાં આવી છે. આ યુવા ખેલાડીઓએ ઘરેલુ સ્પર્ધાઓમાં શાનદાર દેખાવ કરીને ટીમમાં જગ્યા બનાવી છે. અબ્દુલ સમદ ટીમનો નવો ઉપ કપ્તાન છે.  એશિયન ગેમ્સમાં ક્રિકેટની સ્પર્ધા 24 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 3 ઓક્ટોબર સુધી ટી-20 ફોર્મેટમાં 10 ટીમ વચ્ચે રમાશે. ભારતની ટીમ જાહેર થઈ ચૂકી છે.

પાકિસ્તાન ટીમ: સાહિબઝાદા ફરહાન (કપ્તાન), અબ્દુલ સમદ, અબરાર અહમદ, અહમદ દાનિયાલ, આકિફ જાવેદ, અલી રઝા, અરાફત મિન્હાસ, હૈદર અલી, હસન નવાઝ, માજ સદાકત, મોહમ્મદ સલમાન મિર્ઝા, સાદ મસૂદ, સઇમ અયૂબ, સૂફિયાન મુકીમ અને ઉસ્માન ખાન.

ઇ-પેપરના નવા શુલ્ક