• શુક્રવાર, 12 જૂન, 2026

વિમાન ઈંધણ મોંઘું : ફ્લાઈટની ટિકિટ મોંઘી થશે

ભાવની સ્થિરતા માટે સરકાર એરલાઈન્સ માટે લાવી એક યોજના

નવી દિલ્હી, તા. 10: પેટ્રોલ, ડીઝલ અને ગેસ પછી હવે વિમાન ઈંધણ(એટીએફ)નાં ભાવમાં પણ 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેનાં હિસાબે વિમાનની ટિકિટ પણ મોંઘી થવાનું લગભગ નિશ્ચિત બની ગયું છે. સરકારની નવી ભાવ સ્થિરતા યોજના હેઠળ ઘરેલું એરલાઈન્સ હવે ત્રણ વર્ષ સુધી એટીએફની કિંમત નક્કી કરી શકશે. આ નવી વ્યવસ્થામાં જે એરલાઈન્સ આ સ્વૈચ્છિક યોજનાને પસંદ કરશે તેમને એટીએફ માટે 115 રૂપિયા પ્રતિ લીટર ભાવ ચૂકવવો પડશે. જે કિંમત પહેલા 104.927 રૂપિયા હતી. જે એરલાઈન્સ આ યોજનાની બહાર રહેશે તે બજારભાવથી એટીએફ ખરીદશે. જે ભાવ અત્યારે આશરે 142 રૂપિયા પ્રતિ લીટર જેટલો છે.

આ યોજના સંપૂર્ણપણે વૈકલ્પિક છે. એરલાઈન્સે જાતે નક્કી કરવાનું રહેશે કે તેમને આમાં સામેલ થવું છે કે નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક