• શુક્રવાર, 12 જૂન, 2026

પીઓકેમાં પાક. સેનાનો કત્લેઆમ : 27 નાગરિકનાં મૃત્યુ

અત્યાર સુધીમાં 100થી વધુ દેખાવકારોનાં મૃત્યુ, 400થી વધુ ઘાયલ

નવી દિલ્હી, તા.10: પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર(પીઓકે)માં પ્રતિબંધોનાં વિરોધમાં ભડેલા વિરોધ અને હિંસા સામે પાકિસ્તાની સુરક્ષાદળોએ રીતસર કત્લેઆમ મચાવ્યો છે. પાક. દળોએ કરેલા આડેધડ ગોળીબારમાં 27 નાગરિક મરાયા છે અને ડઝનબંધ ઘાયલ છે. હાલત બેકાબૂ બનવા લાગતાં પીઓકેમાં ઈન્ટરનેટ સેવાઓ ઠપ કરી નાખવામાં આવી છે.

પ્રદર્શનોને કચડી નાખવા માટે પ્રશાસન તરફથી જોઈન્ટ આવામી એકશન કમિટી(જેએએસી)નાં 4 નેતાને પકડી પાડવા માટે એક કરોડ પાકિસ્તાની રૂપિયાનું ઈરાન પણ જાહેર કરવામાં આવ્યું છે. આ સંગઠન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ સમગ્ર વિસ્તારમાં પ્રદર્શનોનાં કેન્દ્રમાં તે જ છે.  પાકિસ્તાની સેના દ્વારા દેખાવકારો સામે કરવામાં આવેલી નિર્મમ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોનાં મૃત્યુ થઈ ગયા છે અને 400થી વધુ ઘાયલ છે. જેએએસીની રચના 2023માં કરવામાં આવી હતી અને તેમાં વેપારી, ટ્રાન્સપોર્ટરો, વકીલો, છાત્રો સહિતનાં વિભિન્ન સામાજિક સંગઠનો પણ સામેલ છે. પીઓકેમાં તે સૌથી મજબૂત મંચ બની ગયેલું છે. આ સંગઠને 38 મુદ્દાની માગ સાથે 9 જૂને ક્ષેત્રમાં લાંબી પદયાત્રાનું આહ્વાન કરેલું. જેને વિખેરી નાખવા માટે પાક. સેનાએ લોહીની હોળી ખેલી નાખી છે.

ઇ-પેપરના નવા શુલ્ક