• શુક્રવાર, 12 જૂન, 2026

પાકિસ્તાનનો અફઘાનમાં બોમ્બમારો : 13નાં મૃત્યુ

મધરાત્રે પાકિસ્તાને કુનાર, ખોસ્ત અને પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા : પાકિસ્તાને કહ્યું, 26 આતંકી માર્યા

કાબુલ, તા. 10 : પાકિસ્તાને ફરી એક વખત અફઘાનિસ્તાનમાં ખૂની ખેલ રમ્યો છે. પાકિસ્તાને રાતના અંધારામાં અફઘાનિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરી હતી. જેમાં 11 માસુમ બાળકો સહિત 13 લોકોએ જીવ ગુમાવ્યો હતો. પાકિસ્તાનના આ હુમલાથી અફઘાનિસ્તાન ઉશ્કેરાયું છે. તાલિબાન સરકારના પ્રવક્તાએ કહ્યું હતું કે, પાકિસ્તાને સરહદી વિસ્તારમાં હુમલો કરીને બાળકો સહિત સામાન્ય નાગરીકોની હત્યા કરી છે અને યુદ્ધ અપરાધ કર્યો છે. બીજી તરફ પાકિસ્તાને દાવો કર્યો હતો કે આ કાર્યવાહીમાં 26 આતંકવાદી માર્યા ગયા છે.

અફઘાનિસ્તાન સરકારના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર કહ્યું હતું કે, બુધવારે રાત્રે પાકિસ્તાની સેનાએ ફરી અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું અને કુનાર, ખોસ્ત અને પક્તિકા પ્રાંતમાં રહેણાંક વિસ્તાર ઉપર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં 11 બાળકો, 1 મહિલા અને એક વૃદ્ધનું મૃત્યુ થયું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક