• શુક્રવાર, 12 જૂન, 2026

તૃણમૂલના કોંગ્રેસમાં વિલયની તૈયારી ?

સોનિયાની મમતાને ઉપાધ્યક્ષ પદની ઓફર; રાહુલ સાથે બેઠકમાં અભિષેકે માન્યું ખડગેવાળું પદ

નવી દિલ્હી, તા. 10 :પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં કારમી હાર બાદ મોટી સંખ્યામાં નેતઓનાં રાજીનામાંથી તૂટવા માંડેલા પક્ષ તૃણમૂલ કોંગ્રેસના કોંગ્રેસમાં વિલય માટે મમતા બેનર્જી તૈયાર થઈ ગયાં હોવાના વાવડ મળે છે. અહેવાલ તો એવા મળે છે કે, સોનિયા ગાંધીએ કોંગ્રેસમાં તૃણમૂલના વિલય સાથે મમતા બેનર્જીને કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાશે અને તેમના ભત્રીજા અભિષેકને મહામંત્રી પદની ઓફર આપી હતી.

બીજી તરફ, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથે બેઠક દરમ્યાન અભિષેક બેનર્જીએ મોટી શરત વિલય માટે મૂકી હતી અને કોંગ્રેસમાં મલ્લિકાર્જુન ખડગેવાળું પદ માગી લીધું હતું.

અભિષેકની શરત હતી કે, કોંગ્રેસ મમતાને રાજ્યસભામાં મોકલે અને રાજ્યસભામાં વિપક્ષના નેતાનું પદ પણ આપે.

તૃણમૂલના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેક બેનર્જીએ બુધવારે દિલ્હીના લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

સોનિયાએ ખુદ ફોન કરીને મમતાને તૃણમૂલના કોંગ્રેસમાં વિલયની ઓફર આપી હતી. મમતાના જવાબ પર રાજકીય જગતની મીટ મંડાઈ હતી.

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે, કોંગ્રેસમાં વિલય નહીં કરે તો ભાજપની સરકાર આમ આદમી પાર્ટીની જેમ જ તૃણમૂલને પરેશાન કરતી રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક