• શુક્રવાર, 12 જૂન, 2026

કોંગ્રેસ દ્વારા 15 જૂને ગાંધીનગરમાં ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલીનું આયોજન

1111 ટ્રેક્ટર સાથે             સરકાર સમક્ષ ખેડૂતોની માગણીઓ સીધી રજૂ કરશે

(અમારા પ્રતિનિધિ તરફથી) 

અમદાવાદ, તા. 10: ગુજરાતના ખેડૂતોના મુખ્ય પ્રશ્નો અને ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે 15મી જૂનના રોજ યોજાનાર ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર યાત્રાના આયોજન અંગે રાજીવ ગાંધી ભવન ખાતે એક બેઠક મળી હતી. બેઠકમાં 15 જૂને ખેડૂતો શાંતિપુરા સર્કલથી કુચ કરીને ખેડૂચ સત્યાગ્રહ ટ્રેક્ટર રેલી ગાંધીનગર ખાતે 1111 ટ્રેક્ટર સાથે રાજ્યની રાજધાની તરફ આગળ વધશે અને સરકાર સમક્ષ ખેડૂતોની માગણીઓ સીધી રજૂ કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતાસિંહ સોલંકી, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ સહિતના નેતાઓ હાજર રહયા હતા.  સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ખેડૂત સત્યાગ્રહ ટ્રેક્ટર રેલી ગુજરાત કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી રહી છે.

ખેડૂતલક્ષી મુખ્ય માગણીઓમાં (1) ગુજરાતના 56 લાખ ખેડૂતો પરના 96,000 કરોડના ખેતી દેવાની સંપૂર્ણ માફી, અન્ય રાજ્યોની જેમ. (2) અન્ય રાજ્યોમાં આપવામાં આવતી સુવિધાઓની જેમ ખેતી માટે મફત વીજળી. (3) જમીન માપણી અને કાપણી બંધ કરો. ખેડૂતોને ન્યાય આપો. ખેડૂતોની ખેત પેદાશો અને દૂધના પોષણક્ષમ ભાવો આપો, ખાતર-બિયારણ-ડીઝલ-જંતુનાશક દવા સહિત પૂરતા પ્રમાણમાં વ્યાજબી ભાવમાં ઉપલબ્ધ કરાવવાનો સમાવેશ થાય છે. બેઠકને સંબોધતા નેતાઓએ મજબૂત ચેતવણી આપતા સરકારને ચેતવ્યું હતું કે, 15 જૂન એ માત્ર ટ્રેલર છે જો સરકાર ખેડૂતોની વાજબી માગણીઓ તરત સ્વીકારતી નથી, તો આગામી દિવસોમાં ગુજરાતના ખેડૂતો દ્વારા પૂર્ણ જંગનું એલાન કરવામાં આવશે.

કિસાન અધિકારી ટ્રેક્ટર રેલીમાં સૌરાષ્ટ્રના

ખેડૂતો જોડાઈ સમર્થન આપવા અપીલ

ઉપલેટા: સાણંદથી શાંતિપુરા ચોકડી થઈ ગાંધીનગર સુધીની કિસાન અધિકાર યાત્રા આગામી તા. 15 જૂનના સવારે યોજાનાર ટ્રેકટર રેલીમાં સૌરાષ્ટ્રના ખેડૂતો-પશુપાલકો અને ખેતી સાથે જોડાયેલા તમામ લોકોને વિશાળ હાજરી સાથે જોડાઈ સમર્થન આપવા આયોજકોએ અપીલ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક