• બુધવાર, 10 જૂન, 2026

પહેલા કરતાં જોખમી બની ગઈ દુનિયા

ગ્લોબલ પીસ ઈન્ડેક્સ: એક વર્ષમાં 99 દેશોમાં શાંતિની સ્થિતિ વણસી, એક વર્ષમાં સૌથી મોટો ઘટાડો: આઈસલેન્ડ ફરી સૌથી શાંતિપૂર્ણ દેશ

નવી દિલ્હી, તા.9: છેલ્લા એક વર્ષમાં દુનિયા પહેલાં કરતાં વધુ જોખમી બની ગઈ છે. ગ્લોબલ પીસ ઈન્ડેક્સ (જીપીઆઈ) મુજબ 99 દેશમાં શાંતિની સ્થિતિ નોંધપાત્ર રીતે ખરાબ થઈ છે. લગભગ બે દાયકાં પહેલાં શરૂ થયેલા આ ઇન્ડેક્સના ઇતિહાસમાં એક જ વર્ષમાં નોંધાયેલો આ સૌથી મોટો ઘટાડો છે.  ઈંસ્ટીટયુટ ફોર ઈકોનોમિક્સ એન્ડ પીસ(આઈઈપી)નાં રિપોર્ટ અનુસાર ઇન્ડેક્સમાં સમાવિષ્ટ 163 દેશોમાંથી 119 દેશો (લગભગ 73%)માં 2007ની સરખામણીએ હવે ઓછી શાંતિ છે જ્યારે વિશ્વમાં રાજ્ય આધારિત સંઘર્ષોની સંખ્યા વધીને 61 થઈ ગઈ છે, જે બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી ઊંચો આંકડો છે.

સતત 19મા વર્ષે આઈસલેન્ડ વિશ્વનો સૌથી શાંતિપૂર્ણ દેશ રહ્યો છે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ અને આયર્લેન્ડનો ક્રમ આવે છે. બીજી તરફ, પ્રથમ વખત રશિયા આ યાદીમાં સૌથી નીચેના સ્થાને પહોંચી ગયું છે. ત્યારબાદ સુદાન, કોંગો, યુક્રેન અને ઈઝરાયલ સૌથી ઓછા શાંતિપૂર્ણ દેશોમાં સામેલ છે. આ અહેવાલ મુજબ દક્ષિણ એશિયામાં શાંતિની સ્થિતિ સૌથી ઝડપથી કથળી છે. જેમાં નેપાળ 26 સ્થાન નીચે સરક્યું છે, જે આ વર્ષે કોઈપણ દેશ માટે સૌથી મોટી પછડાટ છે. નેપાળનો ક્રમ 152મા સ્થાને પહોંચી ગયો છે. ભારતની વાત કરવામાં આવે તો ગયા વર્ષની જેમ જ 115મા ક્રમે યથાવત્ છે.

ઇ-પેપરના નવા શુલ્ક