બેંગ્લુરુ, તા.9 : ભારતીય ટીમના પૂર્વ કપ્તાન રોહિત શર્મા અને ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને અફઘાનિસ્તાન વિરુદ્ધની વન ડે શ્રેણી માટે ફિટ જાહેર કરાયા છે. બન્નેએ બીસીસીઆઇના બેંગ્લુરુ સ્થિત સેન્ટર ઓફ એકસીલેંસ (સીઓઇ)માં ફિટનેસ ટેસ્ટ ક્લીયર કરી લીધા છે. આથી બન્નેનું અફઘાન સામેની વન ડે શ્રેણીનું હિસ્સો બનવું નિશ્ચિત બન્યું છે.
હાર્દિકને
પીઠના દર્દની સમસ્યા હતી. આથી તેણે આઇપીએલના કેટલાક મેચ ગુમાવ્યા હતા જ્યારે રોહિત
શર્માને સ્નાયુ ખેંચાઈ જવાની ઈજા થઈ હતી. બન્નેની પસંદગી ફિટનેસના આધારે થઈ હતી. સીઓઈની
મેડિકલ ટીમે આજે રોહિત-હાર્દિકને લીલી ઝંડી આપી દીધી છે.
ભારત
અને અફઘાનિસ્તાન વચ્ચેનો પહેલો વન ડે 13 જૂને ધર્મશાલામાં રમાશે. આ પછી લખનઉ અને ચેન્નાઇમાં
બાકીના બે મેચ 17 અને 20 જૂને રમાશે. આ શ્રેણીમાંથી વિરાટ કોહલી બહાર થઈ ચૂક્યો છે.