• સોમવાર, 18 મે, 2026

RCB પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ : પંજાબની સળંગ 6 હાર કોહલી અને વૈંકટેશની અર્ધસદીથી RCB 4/222

શશાંકના સંઘર્ષ બાદ પંજાબ કિંગ્સના 6/199 : RCBનો 23 રને વિજય

ધર્મશાલા તા.17: વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ આઇપીએલ-2026 સીઝનમાં પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બની છે. આજના પહેલા મેચમાં આરસીબીનો પંજાબ કિંગ્સ સામે 23 રને શાનદાર વિજય થયો છે. શરૂઆતના 7 મેચ સુધી અપરાજિત રહેનાર પંજાબ કિંગ્સની આ સતત છઠ્ઠી હાર છે. હવે તેના માટે પ્લેઓફની રાહ ઘણી કઠિન બની ચૂકી છે. આરસીબીના 4 વિકેટે 222 રનના જવાબમાં પંજાબ ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 188 રને હાંફી ગઇ છે. આ જીતથી આરસીબીના 13 મેચમાં 9 જીતથી 18 અંક થયા છે અને પ્લેઓફ માટે કવોલીફાય થઇ છે. પંજાબના ખાતામાં હવે 13 મેચમાં 6 જીતથી 13 અંક છે.

223 રનના વિજય લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સે પાવર પ્લેમાં જ 49 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. પ્રિયાંશ આર્ય ઝીરોમાં, પ્રભસિમરન સિંઘ 2 અને કપ્તાન શ્રેયસ અય્યર 1 રને આઉટ થયા હતા. ભુવનેશ્વર પ્રારંભે જ ત્રાટકયો હતો અને બે વિકેટ લીધી હતી. આ પછી કૂપર કોનલીએ 37 અને શ્રેયાંસ શેગડેએ 3પ રનની ઝડપી ઈનિંગ રમી હતી, પણ 93 રનમાં પ વિકેટ પડી જવાથી પંજાબ દબાણમાં આવી ગયું હતું. આ સ્થિતિમાં શશાંક સિંહ અને માર્કસ સ્ટોઇનિસે આરસીબી બોલર્સમાં કાઉન્ટર એટેક શરૂ કર્યું હતું. આ બન્ને વચ્ચેની 32 દડામાં 67 રનની ભાગીદારી થઇ હતી. મેચમાં પંજાબ માટે વિજયની તક બની હતી, પણ સ્ટોઇનિસ 37 રને અને શશાંક 27 દડામાં 4 ચોક્કા-4 છક્કાથી પ6 રને આઉટ થતાં આરસીબીની જીત નિશ્ચિત બની હતી. આરસીબી તરફથી રસિખ ડારે 3 વિકેટ લીધી હતી. ભુવનેશ્વરના નામે બે વિકેટ રહી હતી.

આ પહેલા વિરાટ કોહલીના 37 દડામાં 4 ચોક્કા-3 છક્કાથી આકર્ષક પ8 રન, દેવદત્ત પડીક્કલના 2પ દડામાં 4 ચોક્કા-3 છક્કાથી 4પ રન અને વૈંકટેશ અય્યરના 40 દડામાં 8 ચોક્કા અને 4 છક્કાથી આતશી-અણનમ 73 રનથી આરસીબીના 4 વિકેટે 222 રન થયા હતા. ટિમ ડેવિડ 12 દડામાં 2 ચોક્કા-2 છક્કાથી 28 રને નોટઆઉટ રહ્યો હતો. પંજાબના સ્પિનર હરપ્રિત બારને 2 વિકેટ મળી હતી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક