• રવિવાર, 17 મે, 2026

મને તો યુવાનો પર ગર્વ છે : મુખ્ય ન્યાયમૂર્તિની સફાઈ

બેરોજગાર યુવાનોને ‘પરજીવી’ કહ્યા પછી કહ્યું, મેં માત્ર બોગસ ડિગ્રી સંદર્ભે કહ્યું હતું

નવી દિલ્હી, તા. 16 : બેરોજગાર યુવાનોને ‘કોકરોચ’ અને ‘પરજીવી’ કહેતાં વિવાદ વચ્ચે દેશના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે શનિવારે સ્પષ્ટતા કરી હતી કે, મને દેશના યુવાનો પર ગર્વ છે. મેં તો માત્ર એવા લોકોની વાત કરી હતી, જેઓ બોગસ ડિગ્રીઓના સહારે સન્માનજનક વ્યવસાયોમાં ઘૂસી જઈ લાયક યુવાનોના હક્ક છીનવે છે, તેવું મુખ્ય ન્યાયમૂર્તિ બોલ્યા હતા. સૂર્યકાંતે જણાવ્યું હતું કે, મને એ જાણીને દુ:ખ થયું છે કે, ગઈકાલે સુનાવણી દરમ્યાન મારી મૌખિક ટિપ્પણીને ખોટી રીતે રજૂ કરાઈ.મેં વિશેષરૂપે એવા લોકોની ટીકા કરી હતી કે, જેમણે બોગસ- બનાવટી ડિગ્રીઓની મદદથી વકીલાત જેવાં ક્ષેત્રોમાં પ્રવેશ કર્યા છે. આવા જ લોકો મીડિયા, સોશિયલ મીડિયા અને અન્ય પ્રતિષ્ઠિત ક્ષેત્રોમાં છે, તેવું મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક