• રવિવાર, 17 મે, 2026

ઈરાન સાથે યુદ્ધવિરામ પાક. ઉપર ઉપકાર : ટ્રમ્પ

ચીને ઈરાન તો અમેરિકાએ તાઈવાનને રઝળાવ્યું : ટ્રમ્પે કહ્યું, તાઈવાન આઝાદીની ઘોષણા કરવાની ભૂલ ન કરે

નવી દિલ્હી, તા.1પ: ચીન પ્રવાસ પૂરો કરીને પરત ફરતા અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દુનિયાની ચિંતા વધારનારું નિવેદન કર્યુ હતું. તેમણે ઈરાન સાથે યુદ્ધવિરામ મુદ્દે ખુલીને વાત કરતાં કહ્યંy હતું કે, વાસ્તવમાં તેઓ યુદ્ધવિરામનાં પક્ષમાં નહોતા અને અન્ય દેશોનાં અનુરોધ ઉપર જ આનાં માટે સહમતી દર્શાવી હતી. તેમણે આગળ પાકિસ્તાનની ફજેતી કરતાં ઉમેર્યુ હતું કે, પાકિસ્તાન ઉપર ઉપકાર કરવા માટે જ યુદ્ધવિરામનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

ચીનથી પરત ફરતા એરફોર્સ વન વિમાનમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે પાક.નાં ફીલ્ડ માર્શલ આસીમ મુનિર અને પ્રધાનમંત્રી શહબાઝ શરીફની પ્રશંસા પણ કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, વાસ્તવમાં અન્ય દેશોની વિનંતીથી જ તેઓ યુદ્ધવિરામ રાજી થયા હતાં.

ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત પછી તાઈવાન મુદ્દે પણ ટ્રમ્પનો અભિગમ સંયમિત બની ગયો હોય તેવું લાગે છે. ટ્રમ્પે કહ્યું હતું કે, તાઈવાને ચીનથી આઝાદ થવાની ઘોષણા કરવાની ભૂલ ન કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, હું નથી ઈચ્છતો કે કોઈ પોતાની સ્વતંત્રતાનું અધિકૃત એલાન કરે. અમેરિકા વધુ કોઈ યુદ્ધનાં મૂડમાં નથી બલ્કે ઈચ્છે છે કે, ચીન અને તાઈવાન બન્ને આ બાબતે શાંતિ જાળવે.

ચીન અને તાઈવાન વચ્ચે લાંબા સમયથી તંગદિલી જારી છે અને તાઈવાનનાં રાષ્ટ્રપતિ લાઈ ચિંત તે પહેલાથી જ કહી ચૂક્યા છે કે, તાઈવાનને અલગથી આઝાદીની ઘોષણા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તે પહેલાથી જ સંપ્રભુ અને સ્વતંત્ર દેશ છે.

ટ્રમ્પે કહ્યું હતું કે, તાઈવાન મુદ્દે અમેરિકાની નીતિમાં કોઈ બદલાવ નથી. તેમણે ભૌગોલિક અંતરનો હવાલો આપીને કહ્યું હતું કે, અમેરિકા યુદ્ધ લડવા માટે 1પ હજાર કિ.મી.થી વધુ અંતર કાપવા માટે ઈચ્છુક નથી. તાઈવાન અને ચીન બન્ને શાંત રહે અને અમે કોઈ યુદ્ધ નથી ઈચ્છતાં.

 

ઇ-પેપરના નવા શુલ્ક