• સોમવાર, 18 મે, 2026

ટ્રમ્પ પછી હવે પુતિન જશે ચીન

ચીનના મીડિયાએ પુતિનની યાત્રાને ટ્રમ્પ કરતાં વધુ ગંભીર ગણાવી

નવીદિલ્હી, તા.17: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ ચીનની બે દિવસની યાત્રા કરી હતી અને હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચીનનો પ્રવાસ કરવાના છે. રશિયા અને ચીને આ યાત્રાની પુષ્ટિ પણ કરી છે. પુતિન 19થી 20મી મે વચ્ચે ચીનની યાત્રા કરશે.

ચાલુ વર્ષે પુતિનનો આ પ્રથમ વિદેશ પ્રવાસ હશે. જેમાં પુતિન અને શી જિનપિંગ યુક્રેન યુદ્ધ રોકવાથી લઈને પરમાણુ શત્ર નિયંત્રણ સમજૂતી સહિતના મુદ્દાઓની ચર્ચા કરવાના છે. ચીનના મીડિયામાં પુતિનની આ યાત્રાને ટ્રમ્પના ચીન પ્રવાસ કરતાં વધુ મહત્ત્વની ગણાવવામાં આવી રહી છે. ચીનના મીડિયાના અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે, ટ્રમ્પનો પ્રવાસ ઔપચારિક વધુ હતો જ્યારે પુતિનની આ યાત્રા અધિક ગંભીર અને વ્યૂહાત્મક મુદ્દાઓ ઉપર કેન્દ્રિત છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક