• સોમવાર, 18 મે, 2026

ગુજરાતની મહત્ત્વાકાંક્ષી ‘કલ્પસર’ની કલ્પના હકિકત બનશે વડાપ્રધાન મોદીના નેધરલેન્ડ સાથે ‘કલ્પસર યોજના’ માટે કરાર

રૂ. 1.57 લાખ કરોડના ખર્ચે આકાર પામનારી કલ્પસર યોજના 10-12 વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન

હૃષિકેશ વ્યાસ

અમદાવાદ,તા.17:  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેધરલેન્ડ પ્રવાસ દરમિયાન ગુજરાતની જળ સુરક્ષાના કલ્પવૃક્ષ સમાન ’કલ્પસર યોજના’ને સાકાર કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે. આ દરમિયાન કલ્પસર યોજના માટે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ટેકનિકલ સહકાર માટેના સમજૂતિ કરાર પણ કરવામાં આવ્યાં છે. જેના કારણે ભારત અને નેધરલેન્ડ વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને નેધરલેન્ડની જળ વ્યવસ્થાપન ક્ષેત્રના બહોળા ટેકનીકલ અનુભવનો સીધો લાભ કલ્પસર યોજનાને મળશે.

(જુઓ પાનું 10)

  અંદાજે રુ. 1.57 લાખ કરોડના ખર્ચે આકાર પામનારી આ યોજના મુજબ, આ જળાશયનો કુલ વ્યાપ 1800 ચો.કિ.મી. અને જે થકી કુલ 13,000 મિલિયન ઘનમીટર (10.53 મિલિયન એકર ફૂટ) મીઠા પાણીનો  જથ્થો ધરાવતા જળાશયનું નિર્માણ થશે. સમગ્ર યોજના આગામી 10થી 12 વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે. કલ્પસર યોજનાના બંધની લંબાઈ કુલ 60.13 કિ.મી. છે. ડેમના મથાળા ઉપર 16 માર્ગીય રસ્તા અને 4 ટ્રેક રેલ્વેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

            ભારત સરકારના વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઉપરાંત ગુજરાત સરકારના સંકલનથી પર્યાવરણીય મંજૂરી મેળવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આગામી 2 વર્ષમાં પર્યાવરણીય મંજૂરી મળવાની સંભાવના છે. પર્યાવરણીય મંજૂરી મળ્યા બાદ યોજનાના બાંધકામના ટેન્ડરની કામગીરી હાથ ધરવાનું આયોજન છે. વડાપ્રધાન સાથે થયેલા સમજૂતિ કરાર મુજબ નેધરલેન્ડ્સના તજજ્ઞો દ્વારા આ યોજનાના ડીટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ ની ઝીણવટભરી સમીક્ષા કરાશે અને તેમના સૂચનો દ્વારા તેને વૈશ્વિક સ્તરે સર્વસ્વીકૃત તેમજ આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણોને અનુરૂપ બનાવવામાં આવશે.

            નેધરલેન્ડ્સ તેના વિશ્વ પ્રખ્યાત ’અરતહીશામિંશષસ’ ડેમ પ્રોજેક્ટના 90થી વધુ વર્ષોના મેનેજમેન્ટના અનુભવ અને નિપુણતાનો લાભ ભારતને આપશે. આ સહકાર 29મી, માર્ચ-2022ના રોજ બંને દેશો વચ્ચે થયેલી ભારત-ડચ જળ વ્યૂહાત્મક ભાગીદારી-ઈંક્ષમશફ-ઉાuભિંવ જાrિંફાયિંલશભ ઙફાિક્ષિંયતિવશા જ્ઞક્ષ ઠફાયિંિ પર આધારિત છે. નેધરલેન્ડ દેશ પાસે દરિયામાં બંધ-જયફ ઉફળ બાંધવાની ઉચ્ચકક્ષાની ટેકનિકલ તજજ્ઞતા છે. દરિયામાં બાંધકામ માટે ’ક્લોઝર મેથડોલોજી’ ખુબ અગત્યનું પાસું હોય છે. જેમાં દરિયાના ભરતી-ઓટના સમય, પ્રવાહની જડપ વગેરે બાબતોને ધ્યાને લઈને ચોક્કસ સમયે (શક્ષ |જ્ઞસિશક્ષલ |શક્ષમજ્ઞૂ) જ ક્લોઝરની કામગીરી થઇ શકે છે. આ માટે નેધરલેન્ડ્સના તકનીકી જ્ઞાન અને બાંધકામ પદ્ધતિઓના બહોળા અનુભવની ખાસ જરૂરિયાત રહેશે. જેથી યોજનાની કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરી શકાય. કલ્પસર યોજનાને વૈશ્વિક ફલક પર લઈ જવા માટે દરિયાઈ બાંધકામમાં વિશ્વભરમાં મોખરાનું સ્થાન ધરાવતા નેધરલેન્ડના નિષ્ણાતોના તકનીકી નિષ્ણાતોનું માર્ગદર્શન અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

યોજનાથી ગુજરાતને આ લાભ થશે

સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 42 તાલુકાઓને આશરે 10 લાખ હેક્ટર સિંચાઈનો લાભ મળશે

            દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે મુસાફરીનું અંતર 240 કિમી (જ્યારે અખાતની પેરીફરીમાં)થી ઘટીને 60 કિમી થશે.

            અખાતની ફરતે આશરે 1,76,867 હેકટર જમીન નવસાધ્ય (85,249 હેક્ટર સરકારી જમીન + 91,618 ખાનગી જમીન) થશે.

            આ યોજનાથી અંદાજીત 1500 મેગાવોટ પવનઉર્જા અને 1000 મેગાવોટ સૌર ઉર્જા જેવા બીનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતોનો વિકાસ થશે.

            જમીનની ખારાશમાં ઘટાડો થશે, પ્રવાસન અને મત્સ્યઉદ્યોગ વિકાસ થશે.

કલ્પસર યોજનાનો ડીપીઆર કેવી રીતે તૈયાર કરાવાયો ?

            કલ્પસર યોજના ભારતમાં પ્રથમ અને વિશ્વમાં અત્યંત જૂજ એવી તકનીકી રીતે ખૂબ જ જટિલ અને પડકારજનક યોજના છે

            ખંભાતનો અખાત વિશ્વમાં કેનેડાની ’બે ઓફ ફંડી’ પછી બીજા નંબરની સૌથી વધુ ભરતી અને પાણીના મોજાની ઝડપ ધરાવે છે

            આવી વિષમ પરિસ્થિતિમાં વિશ્વમાં હજી સુધી કોઈ બંધ બંધાયો નથી

આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે 2003થી શરૂ કરેલા મોટાભાગના પ્રાથમિક અભ્યાસો વર્ષ 2011માં પૂર્ણ કર્યા છે   

            માર્ચ-2021માં કલ્પસર યોજનાના ડીપીઆર બનાવવાની કામગીરી ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ હેઠળની ખ્યાતનામ સંસ્થા નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ ચેન્નાઇને સોંપાઈ હતી

            અત્યાર સુધી 51 વિગતવાર અભ્યાસો જેવા કે જીઓટેક્નિકલ આસ્પેક્ટ એન્ડ ડેમ ડિઝાઇન, સિસ્મોલોજિકલ હેઝાર્ડ એસેસમેન્ટ, બાંધકામ પધ્ધતિ,  સામાજીક અસરો (જઈંઅ), નાણાકીય બાબતો વગેરે અભ્યાસો પૂર્ણ કરાયા છે

            વર્ષ 1988-89માં નેધરલેન્ડની કંપની ’મે. હાસ્કાનિંગ’ દ્વારા કલ્પસર યોજનાનો પ્રથમ આવિક્ષણ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યારબાદ વર્ષ 1996-98માં કલ્પસર યોજનાનો પૂર્વ શક્યતાદર્શી અહેવાલ તૈયાર કરાયો હતો

            વર્ષ 2004માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કલ્પસર બંધની પથરેખા સુનિશ્ચિત કરવા માટે ભાવનગર ખાતે દરિયાઇ સર્વેક્ષણનો ઐતિહાસિક શુભારંભ કરાયો હતો

            આ યોજનાના ડીપીઆરમાં યોજનાની સૌથી મહત્વની ’ક્લોઝર મેથડોલોજી’માં નેધરલેન્ડની વિશ્વવિખ્યાત સંસ્થા ’રોયલ હાસ્કાનિંગ’ દ્વારા અત્યંત મહત્વની કામગીરી કરવામાં આવી હતી

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક