જૂનાગઢ તા.17 : જુનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં આવેલા કુંભારવાડામાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું ખેલાતા મહિલા સહિત પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે એ ડિવિઝન પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાય છે.
આ અંગેની
વિગત પ્રમાણે પલાસવા ગામે રહેતા નવાઝ બસીર ચોપડા ઉ.25 ને સરફરાજ કાદર સાથે અગાઉ પલાસવા
ગામે માથાકૂટ થયેલ તે મનદુ:ખમાં નવાઝ ચોપડા
ગઈ સાંજે પોતાના સસરાના ઘરે આવતા સરફરાજ કાદર, સિરાજ કાદર, દિલાવર અલી, સરફરાજ સિકંદર
,સુલતાન અમીર, રાજિંદાબેન સિકંદર, રેહાના બેન આશિફ ,નજમાબેન સરફરાજ, હીનાબેન દિલાવર
નામના શખસોએ છરી, લોખંડના પાઇપ,ધોકા વડે હુમલો કર્યો હતો. આ બનાવથી વિસ્તારમાં દેકારો થતા નવાઝના સસરા પક્ષના
લોકો ત્યાં દોડી આવ્યા હતા અને સામ સામે છરી,
પાઇપ, ધોકા ઉડતા નવાઝ બસીર ચોપડા, રાબિયાબેન નવાઝ, અજરાબેન વસીમ,તસલીમબેન ઇકબાલ અને
રેહાનાબેન આશિફ ચોપડાને ઇજા પહોંચી હતી.
ઘવાયેલાઓને
હોસ્પિટલમાં ખસેડાયા હતા આ અંગે એ ડિવિઝન પોલીસે નવાઝ ચોપડાની ફરિયાદના આધારે સરફરાજ
કાદર સહિત 10 શખ્સો સામે હુમલો કરી હુલ્લડ મચાવ્યાની ફરિયાદ નોંધાવી છે. સામા પક્ષે
રેહાના બેન આસિફ ચોપડાએ તસ્લીમ બેન ઇકબાલ શેખ ,રાબીયાબેન નવાઝ ચોપડા સામે લાકડાના ધોકાથી
માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.