• સોમવાર, 18 મે, 2026

નીટ પેપર લીક : રાહુલે માગ્યું શિક્ષામંત્રીનું રાજીનામું વીડિયો જારી કરીને વડાપ્રધાન મોદી પાસે પણ માગ્યો જવાબ

નવીદિલ્હી,તા.17: નીટ-યુજી 2026નું પેપર ફૂટયા બાદ હવે આ સમગ્ર મામલે રાજકીય રૂપ ધારણ કરી લીધું છે. લોકસભામાં વિપક્ષનાં નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આ મહાગોટાળા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર ઉપર તીખો હુમલો બોલાવ્યો છે. રાહુલે સોશિયલ મીડિયામાં એક વિડીયો જારી  કરીને 22 લાખ છાત્રો સાથે થયેલા આ દગા બદલ વડાપ્રધાન મોદી પાસેથી જવાબ માગ્યો છે.

રાહુલે 2024 અને 2026માં નીટ પેપર લીક વચ્ચે સમાનતાઓ ઉજાગર કરતાં શિક્ષામંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાની માગણી સાથે સોશિયલ મીડિયા અભિયાન પણ છેડયું છે. રાહુલે વીડિયોમાં ખૂબ જ ભાવુક અંદાજમાં કહ્યું હતું કે, 22 લાખ બાળકોએ દિવસ-રાત એક કરીને પરીક્ષાની તૈયારી કરી હતી પણ તેમની મહેનતને એક રાતમાં જ બરબાદ કરી નાખવામાં આવી છે. તેમણે આગળ આરોપ મૂક્યો હતો કે, પરીક્ષાનાં બે દિવસ પહેલા જ વોટ્સએપ ઉપર પેપર વહેંચી દેવામાં આવ્યું હતું. રાહુલે આગળ આક્ષેપ કર્યો હતો કે , દેશની યુનિવર્સિટીઓમાં કોઈપણ પાત્રતા વગરનાં અને ફક્ત સંઘની વિચારધારાનાં લોકોને કુલપતિ, પ્રાધ્યાપકો બનાવવામાં આવી રહ્યાં છે અને તેનાં હિસાબે આખી શિક્ષણ વ્યવસ્થા બરબાદ થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 80થી વધુ પેપર લીક થઈ ગયા છે.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક